કાર્બાઇડથી પકવાતી કેરીનો જથ્થો ઝડપાયો

0
231

કેરીની સીઝન શરૂ થતા વેપારીઓ ખૂબ મોટા પ્રમાણમાં કેરીનું વેચાણ કરતા હોય છે ઉનાળો શરૂ થતાની સાથેજ ધીરે ધીરે કેરીઓ માર્કેટમાં આવવાની શરૂ થતી હોય છે.વેપારીઓ દ્રારા માર્કેટમાં ખરીદી માટે અલગ અલગ કેરીના સ્ટોલ લગાવામાં આવતા હોય છે આ દરમિયાન સુરતના જાણીતા એવા મહાત્મા ગાંધી ફ્રુટ માર્કેટમાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.દરોડા દરમિયાન વેપારીઓ દ્વારા કાર્બાઇડનો ઉપયોગ કરીને કેરી પકવતા હોવાનું સામે આવતા નોટિસ ફટકારવામાં આવી હતી.અને ત્યારબાદ સમગ્ર  કેરીના જથ્થાનો નાશ કર્યો હતો