A politician’s cry : રાજનેતાનું રડવું એ સંવેદના કે સહાનુભુતિ પ્રાપ્ત કરવાનો માર્ગ ? જાણો ક્યાં નેતા જાહેરમાં ચોધાર આંસુએ રડી પડ્યા

0
305
A politician's cry
A politician's cry

A politician’s cry  :  તમે સામાન્ય રીતે સાંભળ્યું હશે કે પુરુષ કદી રડતો નથી, અથવા તો મર્દ કો કભી દર્દ નહિ હોતા,, પણ શું સાચે જ પુરુષ રડતો નથી કે પછી સમાજમાં લોકોને સખ્ત હૃદય વાળો છે તેવું દર્શાવવા લોકોની સામે રડતો નથી, જોકે તમે આ વાક્ય આપણા રાજનેતાઓ માટે લાગુ પડતું નથી કેમ કે રાજનેતાઓ અંદરથી દુખી હોય કે ના હોય પરંતુ લોકોની સંવેદનાને પોતાની તરફ આકર્ષિત કરવા જાહેરમાં રડતા ઘણીવાર જોવા  મળતા હોય છે, આજે અમે તમને એવા કેટલાક નેતાઓ વિશે જણાવીશું જે જાહેરમાં રડતા જોવા મળ્યા હશે…

A politician’s cry  :  રડવું એ અનુભૂતિ કે સંવેદના પ્રાપ્ત કરવાનો માર્ગ ?

A politician's cry

જયારે માણસ કોઈ વાતથી દુખી થાય અથવા તો તેની પાસે સંવેદનોનો ઉભરો આવે તો તે રડી પડતો હોય છે, સામાન્ય રીતે માણસોમાં રડવું એ અતિસંવેદનશીલ મુદ્દો ગણાતો હોય છે, કોઈ વ્યક્તિ રડે તો તેની તરફ સામાન્ય રીતે લોકોને લાગણી ઉદ્ભવતી હોય છે, પરંતુ શું કોઈ રાજનેતા રડે તો જનતા તેના વિશે શું વિચારતી હશે તે સમજવું જરૂરી છે.

આમ જનતા પોતાની લડાઈ કે પોતાના કામો કરવા માટે એક પ્રતિનિધિ ચુંટતી હોય છે, જે તે નથી કરી શકતો એ તેનો નેતા કરશે તેવા માનસિકતાથી તે એક એવા વ્યક્તિત્વને નેતા બનાવે છે જે શખ્ત અને કડક હોય, પરંતુ પોતાનો નેતા જ જયારે કોઈ વાતે રડે તો તેની અસર આમ જનતામાં શું પડતી હોય છે ? શું તે તેના નેતાના રડવાથી સંવેદનશીલ થઇ જાય છે ? કે પછી નેતાને રડતો જોઇને તે કમજોર નેતા છે તેવું સમજવા લાગે છે ? આજે અમે તમને બતાવીએ કે વિશ્વમાં એવા કેટલા નેતાઓ છે જે જાહેરમાં રડતા જોવા મળ્યા છે, ક્યારેક આ રડવું નેતાઓને જનતાની સહાનુભુતિ મેળવી આપે છે અને ક્યારેક તેમણે કમજોર હોવાનું પણ સાબિત કરી આપે છે.

1 ) બરાક ઓબામાં – A politician’s cry

A politician's cry

સૌથી શક્તિશાળી ગણાતા અમેરિકાના રાષ્ટ્રપતિ રહી ચુકેલા બરાક ઓબામાં  જાહેરમાં ઘણી વખત રોતા જોવા મળ્યા છે, અને જેના દ્રશ્યો પણ ઘણી વખત ચર્ચામાં આવ્યા છે, અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા બાદ પાર્ટી કાર્યાલયમાં કાર્યકરોને સંબોધતા બરાક ઓબામાં રીતસરના ભાવુક થઈને રડી પડ્યા હતા, આ માત્ર એક જ વાર નહિ પણ ઘણીવાર બન્યું છે કે ઓબામાં જાહેરમાં રડતા જોવા મળ્યા હોય, અમેરિકામાં 2015માં એક સ્કુલમાં ગોળીબારીની ઘટના બની હતી જેમાં 26 બાળકોના મોતની ઘટના બની હતી , આ ઘટનાબાદ બરાક ઓબામાં જાહેરમાં સંવેદના પ્રગટ કરતા રડી પડ્યા હતા, આવી તો અનેક ઘટનાઓ છે જેમાં અમેરિકી પૂર્વ રાષ્ટ્રપતિ ઓબામાં જાહેરમાં રડતા જોવા મળ્યા હતા.

2 ) વોન ગેથિંગે લેબર – A politician’s cry

A politician's cry

વેલ્સના ફર્સ્ટ મિનિસ્ટર વોન ગેથિંગે લેબર પણ પોતાના ગૃહમાં રડતા જોવા મળ્યા હતા,  ગૃહની અંદર પોતાની સત્તામાં અવિશ્વાસ મત ગુમાવ્યા બાદ ગૃહમાં જ રડવા લાગ્યા હતા. મિનિસ્ટર વોન ગેથિંગે પર તેમના કાર્યકાળ દરમ્યાન કૌભાંડના આક્ષેપ બાદ અવિશ્વાસ પ્રસ્તાવ પારીત કરવામાં આવ્યો હતો જેમાં તેમની હાર થતા તેઓ ગૃહની અંદર જ રડતા જોવા મળ્યા હતા, તેમનો રડતો વિડીઓ ખુબ જ વાયરલ પણ થયો હતો.

૩ ) નરેન્દ્ર મોદી – A politician’s cry

A politician's cry

ભારત જેવા દેશમાં સર્વોચ્ચ પદ પર બેઠેલા વડાપ્રધાન પદના નેતાને તમે સામાન્ય રીતે કદી રડતા નહિ જોયા હોય પરંતુ તત્કાલિન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તમે ઘણીવાર જાહેરમાં રડતા અવાજ સાથે સાંભળ્યા હશે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘણીવાર જાહેરસભાઓમાં અને ગૃહમાં પણ ભારે અવાજ સાથે રડતા જોયા હશે, જોકે વડાપ્રધાન મોદીની ભારતમાં લોકપ્રીયતા વધારે હોવાથી તેમના રડવાથી તેમણે જનલાગણી વધારે મળતી પણ ઘણીવાર જોવા મળી છે,

4 ) રાણી એલીઝાબેથ 2  – A politician’s cry

A politician's cry

ઇગ્લેન્ડમાં ભલે લોકશાહી હોય પરંતુ આજે પણ ત્યાં રાજશાહી પરિવાર ઘણું મહત્વનું રહેલું છે, ઇગ્લેન્ડની  રાણી એલીઝાબેથ 2  તેમના દેશમાં સર્વોચ્ચ સ્થાન પર પણ ગણાય છે, પરંતુ રાણી રાજશાહી રીવાજોને પર રહીને પણ ઘણીવાર જાહેરમાં ભાવનાત્મક રીતે રડતા જોવા મળ્યા છે,   રાણીને જાહેરમાં 1997માં રડતા જોવા મળ્યા હતા જયારે પ્રિય શાહી યાટ, બ્રિટાનિયા નિવૃત્ત થઈ હતી. આ સાથે 1966માં પણ રાણી જાહેરમાં રડતા જોવા મળ્યા હતા જયારે કોલસાના ખાણમાં ભયાનક હિમપ્રપાતમાંથી બચી ગયેલા લોકોને મળવા પહોંચ્યા હતા આ ઘટનામાં 144 લોકો માર્યા ગયા હતા,  

5 ) ઇન્દિરા ગાંધી – A politician’s cry

A politician's cry

ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધી જાહેરમાં રડતા ખુબ જ ઓછા જોવા મળ્યા છે, જ્યારે તેમના મિત્રો તેમના નાના પુત્ર સંજય ગાંધીના અવસાન પર શોક વ્યક્ત કરવા ગયા ત્યારે તેઓ એ જોઈને ચોંકી ગયા કે આટલા મોટા આઘાત પછી પણ તેમની આંખોમાં આંસુ નહોતા. ભારતના લોકો તે દ્રશ્ય ભૂલી શક્યા નથી જ્યારે તેમના પુત્રની અંતિમયાત્રા દરમિયાન તેમણે સનગ્લાસ પહેર્યા હતા જેથી તેમની આંખો ભીની થઈ રહી હોય તો પણ દેશના લોકો જોઈ ન શકે કે માનવીય લાગણીઓ તેમના પર પણ અસર કરી શકે છે.

A politician’s cry  – રાજનેતાના રડવાથી શું સંદેશ જાય છે ?

રાજનેતાનું જાહેરમાં રડવું હંમેશા જોખમી હોય છે કારણ કે લોકોને લાગે છે કે આ આંસુ નકલી છે અને તમે લોકોની સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે, “રાજકારણ અથવા જીવનના અન્ય કોઈપણ ક્ષેત્રમાં ઘણી વખત, રાજનેતા હતાશા અને બેચેનીમાં હોય છે પરંતુ સામાન્ય રીતે રાજનેતાએ જાહેરમાં રડવાનું ટાળતા હોય છે કેમ કે તેમના જાહેરમાં રડવાથી લોકોમાં શું સંદેશ જાય છે તે સમજવું અઘરું પડે છે, ઘણીવાર લોકો તેમના રડવાથી કનેક્ટ થઈને ભાવનાત્મક ટેકો પણ આપતા હોય છે તો ઘણીવાર તેમના આંસુ નકલી છે તેવું પણ લાગે છે.   

લેટેસ્ટ સમાચાર માટે અહી કલિક કરો

યુ-ટ્યુબ ચેનલમાં શોર્ટ્સ જોવા અહીં કલિક કરો

ગુજરાતના મહત્વના સમાચાર માટે અહીં ક્લિક કરો

રોમાંચક સમાચાર માટે અહીં ક્લિક કરો