A Mothers Cry Across Borders: રાજકોટમાં લગ્ન બાદ કરાચીમાં ફસાયેલી રેહાનાની વ્યથા, ત્રણ વર્ષથી બાળકોને મળવાની રાહ

0
96
Cry Across Borders
Cry Across Borders

A Mothers Cry Across Borders:રાજકોટથી કરાચી સુધી એક માતાનું અંતર માત્ર સરહદનું નથી, પરંતુ ત્રણ વર્ષના વિરહ, આંસુ અને અસહ્ય પીડાનું છે. રાજકોટમાં લગ્ન બાદ પાકિસ્તાનના કરાચીમાં ફસાયેલી રેહાનાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભાવુક અપીલ કરી છે કે, “મને મારા બાળકો પાસે ભારત બોલાવી લો, હું તેમના વિના રહી શકતી નથી.”

A Mothers Cry Across Borders:લગ્ન રાજકોટમાં, જીવન વિખેરાયું સરહદે

A Mother’s Cry Across Borders

રાજકોટના પરવેઝ શેખ સાથે 2015માં રેહાનાના લગ્ન થયા હતા. રેહાના મૂળ કરાચીની રહેવાસી છે, પરંતુ તેનો પરિવાર રાજકોટ આવ્યો હતો અને તમામ કાનૂની પ્રક્રિયા બાદ રાજકોટમાં જ નિકાહ થયો હતો. ત્યારબાદ વિઝા સહિતની પ્રક્રિયા પૂર્ણ કરીને રેહાના પતિ સાથે ભારતમાં રહેતી હતી અને બંનેને બે સંતાનો થયા.

A Mothers Cry Across Borders:વિઝા પૂર્ણ થતાં પાકિસ્તાન જવું પડ્યું

2022ના અંતમાં રેહાનાનો વિઝા પૂર્ણ થતાં ભારત સરકારના નિયમ મુજબ તેને વિઝા રિન્યૂ માટે પાકિસ્તાન જવું પડ્યું. ત્યારે પતિ પરવેઝ શેખ અને બંને બાળકો પણ સાથે કરાચી ગયા હતા. આશા હતી કે થોડા સમયમાં વિઝા મળી જશે, પરંતુ એવું ન બન્યું.

A Mother’s Cry Across Borders

A Mother s Cry Across Borders:માતા પાકિસ્તાનમાં, બાળકો ભારતમાં ફસાયા

પાકિસ્તાનમાં વિઝા પ્રક્રિયા લાંબી ખેંચાતા પરવેઝ શેખ અને બાળકોના વિઝા પૂર્ણ થવા આવ્યા. ભારતીય નાગરિક હોવાના કારણે તેઓ બાળકો સાથે ભારત પરત આવ્યા, પરંતુ રેહાનાને વિઝા ન મળતા તે પાકિસ્તાનમાં જ ફસાઈ ગઈ. ત્યારથી છેલ્લા ત્રણ વર્ષથી માતા અને સંતાનો એકબીજાથી અલગ છે.

A Mother’s Cry Across Borders

સરકારી કચેરીઓના ધક્કા અને નિરાશા

પતિ પરવેઝ શેખે રાજકોટ કલેક્ટર કચેરી, દિલ્હી સ્થિત પાકિસ્તાન એમ્બેસી સહિત અનેક જગ્યાએ રજૂઆત કરી. ક્યાંયથી સ્પષ્ટ જવાબ મળ્યો નહીં. એક તરફ પાકિસ્તાન કહે છે કે ભારત તરફથી ‘ઓકે’ આવે તો વિઝા મળશે અને બીજી તરફ ભારત તરફથી પણ પ્રક્રિયા અટકી છે.

માતૃત્વની વેદના સાથે ભાવુક અપીલ

કરાચીમાં રહેતી રેહાનાએ સોશિયલ મીડિયા મારફતે ભારત સરકારને અપીલ કરી છે. તે કહે છે,
“મારા દીકરા-દીકરીને જોઈ વગર ત્રણ વર્ષ થઈ ગયા. મારો દીકરો ત્યારે દોઢ વર્ષનો હતો, આજે ચાર વર્ષનો થયો છે. મને મારા બાળકો પાસેથી દૂર ન રાખો.”

પરિવાર તૂટી ગયો છે

પરવેઝ શેખ કહે છે કે, બાળકોની સંભાળ તેમની બહેન રાખી રહી છે. માતા બીમાર છે. નોકરી, ઘર, બાળકો અને માતાની જવાબદારી વચ્ચે આખો પરિવાર માનસિક તાણમાંથી પસાર થઈ રહ્યો છે.

સરકાર પાસે એક જ માંગ

પરિવારની એક જ વિનંતી છે—
માનવતાના આધારે રેહાનાને ભારત આવવાની મંજૂરી આપવામાં આવે, જેથી એક માતા પોતાના બાળકો સાથે ફરી એક થઈ શકે.

આ પણ વાંચો:Republic Day 2026: 26મી જાન્યુઆરીએ ગુજરાતના 43 હોમગાર્ડ્ઝ-GRD જવાનોનું થશે રાજ્ય સ્તરે બહુમાન