દહેગામ મામલતદાર કચેરીમાં બેઠક યોજાઈ,સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓની સમીક્ષા કરવામાં આવી

0
254

 દહેગામમાં મામલતદાર કચેરી હોલમાં સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાની માહિતી આપતી સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં સંસદ હસમુખ પટેલ,  ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ, જિલ્લા કલેકટર હિતેશ કોયા સહિત  નગરપાલિકાના પ્રતિનિધિઓ, તેમજ ભાજપના અગ્રણી બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતાં. બેઠકમાં વિવિધ સરકારી યોજનાના  સમીક્ષા કરવામાં આવી હતી. અને આ પ્રસંગે દહેગામના જુદી જુદી શાખાઓના અધિકારીઓ, તાલુકાના અગ્રણી આગેવાનો, મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા