જિલ્લા પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં જિલ્લા આયોજન મંડળની બેઠક મળી

0
147

અમદાવાદમાં જિલ્લા સેવા સદન, કલેક્ટર કચેરી ખાતે વિકેન્દ્રિત જિલ્લા આયોજિત મંડળની મહત્ત્વપૂર્ણ બેઠક અમદાવાદ જિલ્લાના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં યોજવામાં આવી. જિલ્લા આયોજન મંડળના ઉપાધ્યક્ષ અને અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ પારૂ પઢાર તથા સહ ઉપાધ્યક્ષ અને કલેક્ટર પ્રવીણા ડી.કે. ઉપરાંત સ્થાનિક સાંસદતથા ધારાસભ્યો , જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવે, નિવાસી અધિક કલેક્ટર સુધીર પટેલ સહિતના જિલ્લાના પદાધિકારીઓ તથા ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા આયોજન મંડળની બેઠકમાં મંત્રી ઋષિકેશ પટેલે ભારપૂર્વક જણાવ્યું હતું કે જનસમૂહની પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી તે રાજ્ય સરકારની પ્રાથમિક ફરજ છે. આ માટે રાજ્ય સરકાર પરિણામલક્ષી  કામગીરી કરે છે. આ સુવિધાઓ ઊભી કરતાં વિકાસ કામો અને જનહિતલક્ષી કામોનું આયોજન ઉપરાંત તેનું અમલીકરણ એવું સુપેરે થવું જોઈએ કે ખર્ચાયા વિનાનો એક પણ રૂપિયો પરત જમા ન કરાવવો પડે. જિલ્લા આયોજન મંડળની બેઠકમાં વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત ખાસ કરીને ખાસ પછાત વિસ્તાર સહિત વિવેકાધીન નગરપાલિકાનાં આયોજનો મંજૂર કરવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની યોજનાનું વર્ષ 2023-24નું આયોજન મંજૂર કરવામાં આવ્યું હતું.