નાઇઝિરિયાના કડુનામાં મોટી દુર્ઘટના
નમાઝ પઢી રહેલા લોકો પર અચાનક તુટી મસ્જિદની છત
દુર્ઘટનામાં 7 લોકોના મોત
23 લોકો ઘાયલ થયા
નાઇઝિરિયા ના કડુનામાં મોટી દુર્ઘટના ઘટી છે. ઉત્તર-પશ્ચિમ નાઇઝિરિયાના કડુનામાં એક મોટી દુર્ઘટના થઈ. જરિયા શહેરની ઝરિયા સેન્ટ્રલ મસ્જિદમાં સેંકડો લોકો નમાજ અદા કરી રહ્યા હતા ત્યારે મસ્જિદની છતનો એક ભાગ તૂટી પડ્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં અત્યાર સુધીમાં કુલ 7 લોકોના મોત થયા છે. ઝારિયાને ઉત્તર નાઇજીરીયાના સૌથી મોટા શહેરોમાંનું એક છે.ઈમરજન્સી મેનેજમેન્ટ એજન્સીએ જણાવ્યું કે રાહત અને બચાવ કાર્ય ઝડપથી થઈ રહ્યું છે. મસ્જિદની છત ધરાશાયી થતાં 23 લોકો ઘાયલ થયા છે. ફાયર બ્રિગેડના જવાનોની મદદથી તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. રાજ્યના અધિકારીઓના જણાવ્યા અનુસાર, મસ્જિદનું નિર્માણ ઘણા વર્ષો પહેલા કરવામાં આવ્યું હતું, જેના કારણે તેની હાલત જર્જરિત હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ મસ્જિદ 1830માં બનાવવામાં આવી હતી.
ઘટનાનો વીડિયો સામે આવ્યો છે
આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે મસ્જિદમાં એક ખુલ્લો વિસ્તાર દેખાઈ રહ્યો છે, જ્યાં છતનો એક ભાગ પડી ગયો છે. દુ:ખદ અકસ્માતમાં જીવ ગુમાવનારા મૃતકોને દફનાવવામાં આવ્યા હતા, જ્યારે મસ્જિદમાં તેમના માટે પ્રાર્થના પણ કરવામાં આવી હતી.
રાજ્યપાલે તપાસના આદેશ આપ્યા છે
કડુનાના ગવર્નર ઉબા સાનીએ અકસ્માતની તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. આ સાથે, તેમણે કહ્યું કે તેઓ હૃદયદ્રાવક ઘટનામાં અસરગ્રસ્ત લોકોને તમામ શક્ય મદદ કરશે. રાજ્યપાલના કાર્યાલયમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, સહાય માટે એક એડવાન્સ ટીમ ઝરિયા પહોંચી ગઈ છે.
અહેવાલ મુજબ, ગયા વર્ષે પશ્ચિમ આફ્રિકન રાષ્ટ્રમાં એક ડઝનથી વધુ અકસ્માતો ઇમારતોની નિષ્ફળતાને કારણે થયા હતા. જે બાદ હવે મસ્જિદ તૂટી પડવાની ઘટના સામે આવી છે. દુર્ઘટના પછી, મોટાભાગના અધિકારીઓ આપત્તિ માટે બિલ્ડિંગ સલામતીના નિયમોનો અમલ કરવામાં અધિકારીઓની નિષ્ફળતાને જવાબદાર માને છે.
વાંચો પાકિસ્તાન ના વડાપ્રધાન શાહબાઝ શરીફે સેના અંગે શું કહ્યું ?