અંબાજી મોહનથાળના પ્રસાદમાં ભેળસેળના ખુલાસા પછી મોટો નિર્ણય; આ એજન્સીને નવો કોન્ટ્રોક્ટ મળ્યો

0
94
અંબાજીમાં મોહનથાળમાં વપરાયેલા ઘીના નમૂના ફેઈલ
અંબાજીમાં મોહનથાળમાં વપરાયેલા ઘીના નમૂના ફેઈલ

અંબાજી પ્રસાદ કોન્ટ્રાક્ટ મામલે પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, અત્યારે પ્રસાદની વ્યવસ્થા મંદિર પ્રશાસન દ્વારા કરવામાં આવી છે, પરંતુ નવો કોન્ટ્રોક્ટ ટચ સ્ટોન ફાઉન્ડેશનને મળ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રી મંડળની કેબિનેટ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં લેવાયેલા કેટલાક મહત્વના નિર્ણયો અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપી હતી.. અંબાજી મંદિરમાં પ્રસાદમાં ભેળસેળ યુક્ત ઘી મામલે કાર્યવાહીને લઈ પણ વાત કરી હતી. અંબાજી પ્રસાદ કોન્ટ્રાક્ટ મામલે પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે અત્યારે પ્રસાદની વ્યવસ્થા મંદિર પ્રશાસન દ્વારા કરવામાં આવી છે, પરંતુ હવેથી ટચ સ્ટોન ફાઉન્ડેશનને નવો કોન્ટ્રોક્ટ અપાયો છે.

યાત્રાધામ અંબાજી ખાતે લાખોની સંખ્યામાં માઈભકતો દર્શનાર્થે પધારે છે. યાત્રાળુઓને માતાજીના પ્રસાદ તરીકે મોહનથાળ પ્રસાદ વિતરણ કરવામાં આવે છે. મોહનથાળ પ્રસાદની સંતોષકારક અને સુચારુ સંચાલનને ધ્યાને રાખી તદન હંગામી ધોરણે મોહની કેટરર્સને ટેન્ડર પ્રક્રિયાના આધારે આપવામાં આવી હતી. ભાદરવી પુનમ મહામેળો-2013માં યાત્રિકોને જરૂરીયાત મુજબનો મોહનથાળનો પ્રસાદ મળી રહે તે હેતુસર એક માસ માટે કોન્ટ્રકાટ આપવામાં આવ્યો અને એજન્સી પાસેથી તા.૧/૯/૨૦૨૩ થી ૩૦/૯/૨૦૧૩ સુધી પ્રસાદ સંચાલનની કામગીરી લેવામાં આવી હતી.

આ અગાઉ વર્ષ 2012 થી 2017 સુધી શ્રી ટચ સ્ટોન ફાઉન્ડેશન અમદાવાદને સરકારની મંજુરી અન્વયે મોહનથાળ પ્રસાદ સંચાલનની કામગીરી સોંપી હતી. હાલની મોહનથાળની ગુણવત્તા અને ઉપલબ્ધતા રહે તે વ્યવસ્થા કરવી અત્યંત જરૂરી હોઈ ટચ સ્ટોન ફાઉન્ડેશનની દરખાસ્ત અન્વયે મંદિર ટ્રસ્ટ ધ્વારા સરકારમાં આ કામગીરી ટચ સ્ટોન ફાઉન્ડેશનને સોંપવા ૨૯/૦૮/૨૩ના પત્રથી ભલામણ કરવામાં આવી હતી. જે અન્વયે તા.૩/૧૦/૨૦૨૩ના પત્રથી અંબાજી મંદિરના પ્રસાદ બનાવવાની કામગીરી ટચ સ્ટોન ફાઉન્ડેશન અમદાવાદને છ માસ માટે સોંપવા અનુમતિ મળી છે. જેને અનુલક્ષીને અબાજી મંદિરમા મોહનથાળ પ્રસાદની કામગીરી અગામી છ માસ માટે ટચ સ્ટોન ફાઉન્ડેશનને સુપ્રત કરવામાં આવી છે.

ઋષિકેશ પટેલે જણાવ્યું કે, FDCA દ્વારા રૂટીન તપાસ કરવામાં આવી હતી, ઘીના સેમ્પલ બરોબર ન હોવાથી ઘી ના ડબ્બા સીઝ કરવામાં આવ્યા હતા. સેંપલ ફેઈલ થતા ડબ્બા કબજે કરી કોન્ટ્રાક્ટરને નોટીસ અપાઈ. મોહિની કેટરર્સનો 12 મહિનાનો કોન્ટ્રાક્ટ હતો અને મોહિની કેટરર્સનો કોન્ટ્રાક્ટ ઓર્ડર રીન્યુ કરવામાં આવ્યો નથી.

એજન્સીને બ્લેક લિસ્ટ કરી
ઘીના સેમ્પલ ફેઈલ મામલે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ જણાવ્યું કે, 28 તારીખે આપણે 180 ડબ્બા ઘીના સિઝ કર્યા હતા, તેમજ 120 ડબ્બા તેણે ક્યાં વાપર્યા તે તપાસનો વિષય છે. અત્યારે તે એજન્સીને બ્લેક લિસ્ટ કરી છે. તેમજ FIRની કાર્યવાહી તેમજ અન્ય કાર્યવાહી ચાલુ છે, જે પણ પગલા લેવાના થાય તેની સામે લઈશું જે ચાહે એજન્સી હોય કે, નીલકંઠ ટ્રેડર્સ હોય.