હનીટ્રેપ: અમદાવાદની યુવતીએ યુવકને પ્રેમજાળમાં ફસાવી, યુવકને મોતને ઘાટ ઉતાર્યો, 4 ની ધરપકડ

0
75
હનીટ્રેપ: અમદાવાદની યુવતીએ યુવકને પ્રેમજાળમાં ફસાવી, યુવકને મોતને ઘાટ ઉતાર્યો, 4 ની ધરપકડ
હનીટ્રેપ

સાબરકાંઠા : પોલીસને દેખાવે ભિખારી જેવા લગતા અજાણ્યા યુવકની લાશ મળી, બિનવારસી લાશ મળતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. વિજયનગરના જંગલ વિસ્તારથી તપાસ શામળાજી,  હિંમતનગર અને ત્યાર બાદ અમદાવાદ થઈને રાજસ્થાન સુધી પહોંચી. એક ફિલ્મ કહાનીની જેમ આરોપીઓએ હનીટ્રેપ થી સમયનો પુરેપુરો ઉપયોગ કરીને ધીરજ અને પ્લાનિંગ સાથે હત્યાને અંજામ આપ્યો હતો. જોકે પોલીસે પણ બીલકુલ સમય બગાડ્યા વિના જ આરોપીઓને ઝડપી પાડવા માટેનો પડકાર ઝીલી લઈ 4 આરોપીઓને જેલમાં ધકેલ્યા છે.

થોડા દિવસ અગાઉ વિજયનગરના બાલેટા પાસેથી એક પુરુષની બિનવારસી લાશ મળી હતી અને જેને લઈ ચિઠોડા પાલીસ અને LCBએ તપાસ શરુ કરી હતી. જમીનની અદાવતની દોઢ દાયકા બાદ અદાવતથી હત્યા કરવા માટે અઢી ત્રણ મહિનાથી પ્લાન ઘડવામાં આવ્યો હતો. જે હત્યા કરવા માટે ધીરજ એટલી ધરી કે તેની હત્યા કરવા માટે પુરો સમય લઈને પ્લાન મુજબના સ્ટેપ ચાલવાનુ શરુ કર્યુ હતુ. જે મુજબ સૌથી પહેલાથી હનીટ્રેપ નું આયોજન કરવામાં આવ્યુ હતુ. સામાન્ય રીતે હનીટ્રેપમાં પૈસા કે કામ પાર પાડવાના કિસ્સા સાંભળ્યા હશે. પરંતુ અહીં તો કામ તમામ કરવા માટેની હનીટ્રેપ નો પ્લાન બનાવવામાં આવ્યો.

SP વિજય પટેલે જણાવ્યું કે,  આરોપીઓએ હનીટ્રેપ ની જાળ બીછાવી હત્યાને અંજામ આપ્યો.  આરોપીએ પોતાની જ પ્રેમિકાને તૈયાર કરીને અને તેના મારફતે મૃતક યુવક દિનેશ કલાલને પોતાની ટ્રેપમાં ફસાવવાની શરુઆત કરી. યુવતીએ મીઠી મીઠી વાતો વ્હોટસેપ દ્વારા વાત શરૂ કરી હતી. યુવતીએ પોતાની જાળમાં ફસાવી લીધા બાદ દિનેશને મળવા માટે હિંમતનગર બોલાવ્યો હતો. યુવતીને મળવા માટે મૂળ રાજસ્થાનના સલુમ્બરનો દિનેશ કલાલ અમદાવાદ પોતાની બિમારીની દવા લેવા માટે આવ્યો હતો. જ્યાંથી તે હિંમતનગર પહોંચ્યો હતો. હિંમતનગરમાં ગાયત્રી મંદિર વિસ્તારમાં આરોપી યુવતી કમળા યાદવને મળવા માટે પહોંચ્યો હતો. જ્યાં વાતો કરવા દરમિયાન યુવતીનો પતિ હોવાનુ કહી પ્લાન મુજબ અન્ય એક શખ્શ આવી ચડ્યો હતો અને જેણે દિનેશ કલાલને પોતાની પત્નિને કેમ વાતો કરે છે તેમ કહી ધમકાવવાની શરૂઆત કરી હતી.

પ્રી-પ્લાન મુજબ દિનેશ કલાલનું અપહરણ કરાયુ :

દિનેશ કલાલને ધમકાવીને એક કારમાં બેસાડી દીધો હતો. ગભરાયેલા દિનેશે આખરે યુવતીના ચક્કરમાંથી છૂટી જવાની વાતો કરી હતી. જેમાંથી છોડવા માટે આરોપી ભેરુલાલ ગાયરીએ તેને ભીખારીના જ વેશમાં પાછો મોકલવાની વાત કરી હતી. જેથી પોતાની પત્નિને મળવાનો બદલો લઇ શકાય. આમ કહી દિનેશ કલાલને ભિખારી જેવા ફાટેલા તૂટેલા મેલા કપડાં  પહેરાવીને શામળાજી તરફ લઈ ગયા હતા. જ્યાં રસ્તામાં જ તેનુ ગળુ દબાવીને હત્યા કરી દેવામાં આવી હતી.