દિલ્હીમાં કર્ણાટક વિધાનસભા ચૂંટણીને લઇ કોંગ્રેસની બેઠક યોજાઈ

0
215

કોંગ્રેસ ઉમેદવારો નામ ગમે ત્યારે જાહેર કરી શકે

૧૦ મે ના રોજ કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીને લઇ મતદાન યોજાશે, જેને લઈને ભાજપ, કોંગ્રેસ સહીત અન્ય રાજકીય પક્ષોએ કમર કસી લીધી છે અને પોત પોતાની તૈયારીઓમાં લાગી ગયા છે. તે વચ્ચે દિલ્હીમાં કોંગ્રેસ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી છે, જેમાં કોંગ્રેસ તરફથી ઉમેદવારોના નામ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોને અંતિમ રૂપ આપવા કોંગ્રેસ તરફથી આ બેઠક યોજાઈ છે.