સૂડાનમાં અર્ધલશ્કરી દળ અને રેપિડ સપોર્ટ ફોર્સ વચ્ચે તણાવ
સૂડાનમાં વસતા ભારતીય નાગરિકોને શેલ્ટર્સમાં જ રહેવા સૂચન
સૂડાનમાં હવે ગૃહયુદ્ધની સ્થિતિ સર્જાઈ છે. અહીંની રાજધાની ખાર્તૂમમાં અર્ધલશ્કરી બળ અને ત્યાંની સેના એકબીજાના વિસ્તાર પર હુમલાઓ કરી રહી છે, જેથી અહીં તણાવની સ્થિતિ પેદા થઈ છે. હાલમાં પરિસ્થિતિને જોતા ભારતીયોની સુરક્ષાને ધ્યાનમાં લઈને ભારતીય દૂતાવાસે ટ્વિટ કરી લોકોને ચેતવ્યા છે. સૂડાનમાં રહેતાં ભારતીયો માટે એક એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. ત્યાં રહેતા ભારતીયોને શેલ્ટરમાં આશ્રય કરવા માટે કહેવામાં આવ્યું છે. મહત્વનું છે કે, અહીં અર્ધલશ્કરી બળ અને રેપિડ સપોર્ટ ફોર્સ વચ્ચે છેલ્લાં થોડા સમયથી તણાવ વધી ગયો છે. દક્ષિણ ખાર્તૂમમાં RSF બેઝની નજીક અથડામણ અને ધમાકેદાર વિસ્ફોટ-ગોળીબારી થવાનું સામે આવ્યું છે. સૂડાનના એરપોર્ટમાં વિમાનોમાં આગ લાગી છે.