CMની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક,પાણી અને ઘાસચારાની સ્થિતિ અંગે થશે સમીક્ષા

    0
    137

    રાજ્ય સરકાર દ્વારા આ વખતે પહેલેથી નજીક સુજલામ સુફલામ યોજનાની શરૂઆત કરી દેવામાં આવી છે. ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતા મળનારી બેઠકમાં સુજલામ સુફલામ યોજના  અંગે સમીક્ષા કરવામાં આવશે અને કેટલા ચેકડેમ નદી તળાવમાં કામગીરી કરવામાં આવી તે બાબતનો રીવ્યુ પણ વિભાગો પાસેથી લેવામાં આવશે.કેબીનેટ બેઠકમાં તમામ પ્રધાનોને હાજર રહેવાનું ફરજીયાત હોય છે પણ રાજ્ય સરકાર ના 2 પ્રધાનો જગદીશ વિશ્વકર્મા અને બળવંતસિંહ ડાબી તામિલિનાડુમાં ગુજરાત તાલીમ મહોત્સવને કારણે ખાસ જવાબદારી સોંપવામાં આવી હોવાથી તેઓ કેબીનેટ બેઠકમાં હાજર નથી રહયા. જ્યારે બંને પ્રધાનો મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની મંજુરીથી તમલીનાડુના પ્રવાસે ગયા છે.ગુજરાતમાં હવે ઉનાળો અને ગરમી પોતાનો અસલી રંગ દેખાડી રહ્યો છે. અમદાવાદમાં યેલો જાહેર કરી દેવાયું છે. રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાનારીક બેઠકમાં તમામ શહેરો માટે તથા ગરમીથી બચવા માટે લોકોએ શું કરવું અને શુ ન કરવું તે માટે જે તે વિભાગને સૂચના અપાઈ શકે છે. વિભાગ દ્વારા ગરમીને લઈને ખાસ એસઓપીની પણ જાહેરાત થઈ શકે છે.રાજ્ય સરકાર દ્વારા ગત કેબિનેટ બેઠકમાં માવઠાનો નુકસાન બાબતનો સર્વે પૂર્ણ કર્યાનો રિપોર્ટ બાબતે ચર્ચા કરી હતી ત્યારે આજની બેઠકમાં કેટલા ખેડૂતોને કઈ રીતે અને કેટલા રૂપિયાની આર્થિક સહાય આપવી તે બાબતની પણ ખાસ ચર્ચા કેબિનેટ બેઠકમાં કરવામાં આવશે