ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાનમાં 4 ફૂટ લાંબો કોબ્રા મળી આવ્યો

0
159
ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાનમાં 4 ફૂટ લાંબો કોબ્રા મળી આવ્યો
ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાનમાં 4 ફૂટ લાંબો કોબ્રા મળી આવ્યો

ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાનમાં 4 ફૂટ લાંબો કોબ્રા મળી આવ્યો

 સાપ દેખાતા માતોશ્રીમાં ખળભળાટ

 કોબ્રાને વન વિભાગને સોંપવામાં આવ્યો

ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન ‘માતોશ્રી’ પર ચાર ફૂટ લાંબો કોબ્રા મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. આ સાપ ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રી ખાતે પાણીની ટાંકી પાછળ જોવા મળ્યો હતો. ઠાકરે પરિવારને આ સમાચાર મળતા જ ઉદ્ધવ ઠાકરે અને તેમના પુત્ર તેજસ ઠાકરે સાપને જોવા માટે તેમના નિવાસસ્થાનની બહાર આવ્યા હતા. તેનો વીડિયો પણ સામે આવ્યો છે. આ અંગે તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી હતી.આ પછી, સાપ પકડવાની ટીમ સ્થળ પર પહોંચી અને કોબ્રાને વન વિભાગને સોંપવામાં આવ્યો હતો

વન વિભગની  ટીમે સાપને પકડી લીધો અને પછી તેને જંગલમાં છોડી દીધો. તમને જણાવી દઈએ કે લગભગ ચાર ફૂટ લાંબો આ સાપ ઝેરી કોબ્રા પ્રજાતિનો હતો, જે તેના ખતરનાક ઝેર અને શિકારના ઝડપી ડંખ માટે જાણીતો છે.  તમામની સલામતી સુનિશ્ચિત કરવા માટે પગલાં લેવામાં આવ્યા હતા.

સાપનો રેસ્ક્યુ કરનાર શખ્સે કહ્યું કે ઉદ્ધવ ઠાકરે પણ આ સાપને જોવા માંગતા હતા, ત્યારબાદ તેમને આ સાપ બતાવવામાં આવ્યો. તેમણે કહ્યું કે અમે કોબ્રાને વન વિભાગને સોંપી દીધો અને તેને જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવ્યો હતો.

અચાનક માતૃશ્રીમાંથી સાપ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. પરંતુ વન વિભાગ દ્વારા સતર્કતા દાખવીને સાપને સલામત સ્થળે જગલમાં છોડી મુકવામાં આવતા તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

વધુ સમાચાર માટે જોતા રહો વી.આર.લાઇવ

સતત સમાચાર માટે જોતા રહો અમારી વેબ સાઈટ