વડોદરામાં શોભાયાત્રામાં પથ્થરમારાનો મામલો

0
54

20 શંકાસ્પદ તોફાનીઓને પોલીસે પકડી પાડયા

વડોદરામાં રામનવમી શોભાયાત્રામાં પથ્થરમારા મામલે પોલીસે એક્શન મોડમાં આવી હતી. તોફાની તત્વોને મોડી રાત્રે શોધી કાઢવામાં આવ્ય્હા હતા. રામનવમીએ શોભાયાત્રામાં પથ્થરમારાની ઘટના બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસેને કડક કાર્યવાહીના આદેશ આપ્યા હતા. જે બાદમાં ગઈકાલે પથ્થરમારાની ઘટના બાદ પોલીસે આખી રાત કોબિંગ કર્યું છે. જેમાં પોલીસે 20 શંકાસ્પદ તોફાનીઓને પકડી પાડયા છે. વડોદરા પોલીસે રામનવમીની શોભાયાત્રામાં પથ્થરમારો કરનાર ઇસમોને શોધી લેવા કવાયત શરૂ કરી હતી. જેમાં પથ્થરમારો કરી ઘરોમાં છુપાયેલા તત્વોને શોધીને પકડ્યા હતા. આ સાથે પોલીસે UP સ્ટાઈલમાં JCB મશીનો સાથે રાખી કામગીરી કરી હતી. આ સાથે તોફાની તત્વોને તંત્રએ ચેતવણી આપતા કહ્યું કે, “હવે તોફાનો કર્યા તો ખેર નથી”.