1 લી એપ્રિલથી ભાવ વધારો થશે લાગુ
મોટરકારના હવે રૂા.135 ચૂકવવા પડશે
આગામી તા.1લી એપ્રિલથી વડોદરા -અમદાવાદ વચ્ચે નેશનલ એક્સપ્રેસ વે તથા નેશનલ હાઇવે 48 ઉપર ટોલ ફીનો વધારો અમલી બનાવવામાં આવશે.આઇઆરબી દ્વારા આ અંગે જાહેરાત કરવામાં આવી છે. વડોદરાથી આણંદ, નડિયાદ ,ઔડા રિંગ રોડ તથા અમદાવાદ માટેના ટોલમાં રૂ.5 થી રૂ.10નો વધારો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. હવે 1લીથી વડોદરાથી આણંદ મોટરકાર માટે ફાસ્ટેગની ટોલ ફી રૂ.50, નડિયાદના રૂ.70, વડોદરાથી ઔડા રિંગ રોડના રૂ.130 અને અમદાવાદના રૂ.135 ચૂકવવા પડશે. અમદાવાદ – વડોદરા નેશનલ હાઇવે ઉપર રઘવાણજના ટોલ નાકા ઉપર મોટરકારના રૂ.105 અને વાસદથી વડોદરા માટે વાસદના ટોલ નાકા ઉપરથી મોટરકારના હવે રૂ.150 લેવામાં આવશે.