ew PF Withdrawal Rules: નોકરી કરતા કર્મચારીઓ અને PF ખાતાધારકો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા PF ઉપાડવાના નિયમોમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. નવા નિયમો હેઠળ હવે કર્મચારીઓ પોતાના PF ખાતામાંથી અગાઉની 75%ની મર્યાદાની જગ્યાએ 90% સુધીની રકમ ઉપાડી શકશે. આ નિર્ણયથી મેડિકલ ઇમરજન્સી, બેરોજગારી, બાળકોના શિક્ષણ અને અન્ય આર્થિક જરૂરિયાતો દરમિયાન કર્મચારીઓને મોટી રાહત મળી શકે છે. ખાસ વાત એ છે કે નોકરી છૂટી જવાની સ્થિતિમાં PF ઉપાડવા માટે અગાઉની જેમ લાંબી રાહ જોવાની જરૂર નહીં રહે.
ew PF Withdrawal Rules: PF ઉપાડવાની મર્યાદા 75%થી વધારીને 90% કરાઈ

નવા નિયમો અનુસાર, પાત્ર કર્મચારીઓ હવે નિર્ધારિત શરતોને આધીન પોતાના PF ખાતામાં જમા પાત્ર રકમના 90% સુધી ઉપાડી શકશે. અગાઉ આ મર્યાદા 75% હતી. એટલે કે જરૂરિયાતના સમયે કર્મચારીઓ પોતાની જમા બચતમાંથી વધુ રકમનો ઉપયોગ કરી શકશે. જોકે, ખાતામાં ઓછામાં ઓછી 10% રકમ જાળવી રાખવાની જોગવાઈ કરવામાં આવી છે, જેથી નિવૃત્તિ માટેની બચત સંપૂર્ણપણે ખતમ ન થાય.
ew PF Withdrawal Rules: બેરોજગારીમાં માત્ર 2 મહિના બાદ PF ઉપાડવાની સુવિધા

નવા નિયમોમાં બેરોજગાર કર્મચારીઓ માટે પણ રાહત આપવામાં આવી છે. અગાઉ નોકરી છૂટી ગયા બાદ PFની રકમ ઉપાડવા માટે નિર્ધારિત સમયગાળાની રાહ જોવી પડતી હતી. હવે નવી વ્યવસ્થા હેઠળ EPFOના સભ્ય બન્યાના માત્ર બે મહિના બાદ પાત્રતા અને લાગુ શરતો મુજબ PF ઉપાડવાની સુવિધા મળી શકશે. આથી નોકરી ગુમાવનારા કર્મચારીઓને રોજિંદા ખર્ચ અને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવામાં મદદ મળશે.
ew PF Withdrawal Rules: શિક્ષણ, લગ્ન અને મેડિકલ ખર્ચ માટે પણ મળશે પૈસા
PFની રકમનો ઉપયોગ માત્ર બેરોજગારી પૂરતો મર્યાદિત નથી. નવા માળખા હેઠળ કર્મચારીઓ પોતાની અથવા પરિવારના સભ્યોની મેડિકલ સારવાર, બાળકોના શિક્ષણ, લગ્ન અને ઘર ખરીદવા કે બાંધકામ જેવા હેતુઓ માટે પણ આંશિક ઉપાડ કરી શકશે. આ ઉપરાંત હોમ લોનની ચુકવણી અને હાલના મકાનના સમારકામ માટે પણ નિર્ધારિત નિયમો હેઠળ PFની રકમનો ઉપયોગ કરી શકાશે.
ew PF Withdrawal Rules: જૂના નિયમોનું ત્રણ કેટેગરીમાં સરળીકરણ
EPF સ્કીમ 2026 હેઠળ PFના આંશિક ઉપાડ સંબંધિત અલગ-અલગ જોગવાઈઓને ત્રણ મુખ્ય કેટેગરીમાં ગોઠવવામાં આવી છે. જેમાં જરૂરી આવશ્યકતાઓ, આવાસ સંબંધિત જરૂરિયાતો અને વિશેષ પરિસ્થિતિઓનો સમાવેશ થાય છે. આ ફેરફારનો હેતુ કર્મચારીઓ માટે નિયમોને સરળ બનાવવા અને ક્લેમ પ્રક્રિયામાં થતી મુશ્કેલીઓ ઘટાડવાનો છે.
ew PF Withdrawal Rules: PF ઉપાડવામાં સાવચેતી રાખવી પણ જરૂરી
નવા નિયમોથી કર્મચારીઓને નાણાકીય સુવિધા મળશે, પરંતુ નિષ્ણાતોના મતે જરૂરિયાત વિના PFની મોટી રકમ ઉપાડવાનું ટાળવું જોઈએ. કારણ કે PFમાં લાંબા સમય સુધી જમા રહેતી રકમ પર ચક્રવૃદ્ધિ વ્યાજનો લાભ મળે છે. વહેલી તકે મોટી રકમ ઉપાડી લેવાથી નિવૃત્તિ સમયે મળનારી કુલ બચત પર અસર પડી શકે છે. તેથી કર્મચારીઓએ ખરેખર જરૂર હોય ત્યારે જ PF ઉપાડવાનો નિર્ણય લેવો જોઈએ.
ew PF Withdrawal Rules: ઓનલાઈન કરી શકાશે PF ક્લેમ

PF ઉપાડવા માટે સભ્યો EPFOના યુનિફાઇડ મેમ્બર પોર્ટલ પર UAN અને પાસવર્ડની મદદથી લૉગિન કરીને ઓનલાઈન ક્લેમ કરી શકે છે. જોકે, ઉપાડની રકમ, પાત્રતા, જરૂરી દસ્તાવેજો અને અન્ય શરતો લાગુ નિયમો મુજબ નક્કી થશે. નવા ફેરફારોથી કર્મચારીઓને પોતાની બચતનો જરૂરિયાતના સમયે ઉપયોગ કરવાની વધુ સુવિધા મળશે અને PF ક્લેમ પ્રક્રિયા સરળ બનવાની અપેક્ષા છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: બાંગ્લાદેશ ફરી ભડકે બળ્યું: 28 જિલ્લામાં બોમ્બ વિસ્ફોટ, યુનુસના પૈતૃક મકાનમાં આગચંપી; 565 લોકોની ધરપકડ

