GTA 6 India Price Revealed: વિશ્વની સૌથી લોકપ્રિય વીડિયો ગેમ ફ્રેન્ચાઇઝીમાંની એક Grand Theft Auto (GTA)ની નવી ગેમ GTA 6 આખરે 19 નવેમ્બર 2026ના રોજ લોન્ચ થઈ છે. વર્ષ 2013માં GTA 5 રિલીઝ થયા બાદ ગેમર્સ લાંબા સમયથી તેની નવી આવૃત્તિની રાહ જોઈ રહ્યા હતા. હવે GTA 6ના લોન્ચ સાથે વિશ્વભરના ગેમિંગ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ગેમના ક્રેઝની અસર હવે ઓફિસો અને કંપનીઓ સુધી પણ પહોંચી છે. ચેન્નાઈ સ્થિત ઇન્ટિરિયર ડિઝાઇન કંપની Inde by ChairsCarteએ ગેમના લોન્ચના દિવસે એટલે કે 19 નવેમ્બરે પોતાના કર્મચારીઓ, ઇન્ટર્ન્સ અને ફ્રીલાન્સર્સ માટે કંપનીમાં રજા જાહેર કરી છે. કંપનીના ફાઉન્ડર અને CEO કિશોર શનમુગમે સોશિયલ મીડિયા પર આ નિર્ણયની જાહેરાત કરી હતી.
GTA 6 India Price Revealed: 13 વર્ષની રાહ અને CEOનો અનોખો નિર્ણય

કંપનીના CEO કિશોર શનમુગમે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે તેમની ટીમના સભ્યો Vice City, GTA V, લેટ નાઇટ મિશન અને ચીટ કોડ્સ સાથે મોટા થયા છે. છેલ્લા 13 વર્ષથી તેઓ GTAની નવી ગેમની રાહ જોઈ રહ્યા હતા. તેથી 19 નવેમ્બરને સામાન્ય કામકાજના દિવસ તરીકે ન જોવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કંપનીએ કર્મચારીઓને કામની ચિંતા કર્યા વગર નવી ગેમનો આનંદ માણવા માટે રજા આપી છે. આ જાહેરાત બાદ કંપનીના નિર્ણયની સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા શરૂ થઈ છે.
GTA 6 India Price Revealed: સોશિયલ મીડિયા પર લોકોએ પૂછ્યું – કંપનીમાં વેકન્સી છે?
કંપનીની રજાની જાહેરાત વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સે અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે વિદેશમાંથી કંપનીના કર્મચારીઓ પ્રત્યેના આ અભિગમની પ્રશંસા કરી હતી. અન્ય એક યુઝરે મજાકિયા અંદાજમાં પૂછ્યું હતું કે કંપનીમાં કોઈ ખાલી જગ્યા છે કે કેમ, કારણ કે તે પણ આવી કંપનીમાં કામ કરવા માગે છે. જ્યારે બીજા એક યુઝરે સૂચન કર્યું હતું કે 19 નવેમ્બરના બદલે 21 નવેમ્બરે રજા આપવામાં આવે તો કર્મચારીઓને સતત બે દિવસની રજા મળી શકે. આ રીતે એક ગેમના લોન્ચે કંપનીની કાર્યસંસ્કૃતિને લઈને પણ ચર્ચા જગાવી છે.
GTA 6 India Price Revealed: ભારતમાં GTA 6ની કિંમત કેટલી?

ભારતમાં GTA 6ની સ્ટાન્ડર્ડ એડિશનની કિંમત ₹5,999 અને અલ્ટિમેટ એડિશનની કિંમત ₹7,499 રાખવામાં આવી છે. બંને વચ્ચે ₹1,500નો તફાવત છે. અલ્ટિમેટ એડિશનમાં વધારાનું અપગ્રેડ પેક આપવામાં આવે છે, જેમાં ખાસ ઇન-ગેમ વસ્તુઓ અને પ્રીમિયમ કન્ટેન્ટનો સમાવેશ થાય છે. પ્લેસ્ટેશન સ્ટોરની માહિતી મુજબ પ્રી-ઓર્ડર સાથે Vintage Vice City Pack અને એક મહિનાનું GTA+ સબ્સ્ક્રિપ્શન પણ આપવામાં આવે છે. જોકે, GTA+ સબ્સ્ક્રિપ્શનની મફત મુદત પૂરી થયા બાદ તે આપમેળે પેઇડ સબ્સ્ક્રિપ્શનમાં ફેરવાઈ શકે છે.
GTA 6 India Price Revealed: નવી ગેમમાં શું છે ખાસ?

GTA 6માં ગેમર્સને ફરી એકવાર કાલ્પનિક Vice Cityની દુનિયામાં પ્રવેશવાની તક મળશે. આ વખતે ગેમની વાર્તા જેસન અને લુસિયા નામના બે મુખ્ય પાત્રોની આસપાસ ફરે છે. બંને એક ગુનાહિત ષડયંત્રમાં ફસાઈ જાય છે અને તેમાંથી બહાર નીકળવા માટે સંઘર્ષ કરે છે. Rockstar Games દ્વારા તૈયાર કરવામાં આવેલી આ ગેમ PlayStation 5 અને Xbox Series X|S માટે ઉપલબ્ધ છે. લાંબા સમયથી ચાલી રહેલી રાહ, નવા પાત્રો, વિશાળ ગેમિંગ વર્લ્ડ અને નવા મિશનને કારણે GTA 6ને લઈને ગેમર્સમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.
વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો: અમ્પાયરના નિર્ણય પર શુભમન ગિલ ભડક્યો, VIDEO: ભારત-ન્યૂઝીલેન્ડ ટેસ્ટના પહેલા દિવસે મેદાન પર ગરમાયો માહોલ, DRS બાદ પણ ન મળી વિકેટ

