HomeUncategorizedPolitical Showdown in Israel: ઇઝરાયલમાં સરકાર રચવા મુદ્દે રાજકીય ઘમાસાણ: નેતન્યાહૂની અપીલ...

Political Showdown in Israel: ઇઝરાયલમાં સરકાર રચવા મુદ્દે રાજકીય ઘમાસાણ: નેતન્યાહૂની અપીલ આઇઝનકોટએ ફગાવી, કહ્યું- ચૂંટણી તમે હારી ચૂક્યા છો

Political Showdown in Israel: ઇઝરાયલમાં નવી સરકારની રચનાને લઈને રાજકીય ખેંચતાણ તેજ બની છે. કાર્યકારી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પૂર્વ સેનાપ્રમુખ ગાદી આઇઝનકોટને રાષ્ટ્રીય એકતાની સરકાર બનાવવા માટે સાથે આવવાની અપીલ કરી હતી. જોકે, આઇઝનકોટએ નેતન્યાહૂની અપીલને ફગાવી દેતાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે તેઓ ચૂંટણી હારી ચૂક્યા છે અને હવે તેમની રાજકીય ચાલ સફળ થવાની નથી. આઇઝનકોટએ વધુમાં જણાવ્યું કે જ્યારે સરકાર રચવા માટેની વાતચીત પહેલેથી જ ચાલી રહી છે, ત્યારે નેતન્યાહૂ તરફથી એકતાની સરકાર બનાવવાની અપીલ કરવામાં આવી રહી છે. તેમની આ ચાલ મારા પર કામ નહીં કરે.

Political Showdown in Israel: નેતન્યાહૂએ રાષ્ટ્રીય એકતાની સરકારની જરૂરિયાત જણાવી

Political Showdown in Israel

નેતન્યાહૂએ શનિવારે સોશિયલ મીડિયા પર વીડિયો સંદેશ જાહેર કરીને ઇઝરાયલની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે ઈરાન ફરીથી પોતાનો પરમાણુ કાર્યક્રમ શરૂ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે અને તે ઇઝરાયલ માટે ગંભીર ખતરો બની શકે છે. તેમના મતે, ઈરાનના પરમાણુ જોખમનો કાયમી ઉકેલ લાવવા માટે દેશમાં મજબૂત રાષ્ટ્રીય એકતાની સરકાર હોવી જરૂરી છે. તેમણે આઇઝનકોટને સાથે મળીને સરકાર બનાવવાની અપીલ કરી હતી.

Political Showdown in Israel: ચૂંટણીમાં કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નહીં

Political Showdown in Israel

27 ઑક્ટોબરે યોજાયેલી ઇઝરાયલની સંસદીય ચૂંટણીમાં કોઈપણ પક્ષ કે ગઠબંધનને સરકાર બનાવવા માટે જરૂરી બહુમતી મળી નહોતી. 120 સભ્યોની નેસેટમાં નેતન્યાહૂના ગઠબંધનને 53 બેઠકો મળી હતી, જ્યારે આઇઝનકોટના ચાર પક્ષોના ગઠબંધનને 48 બેઠકો પ્રાપ્ત થઈ હતી. આરબ પક્ષોએ કુલ 19 બેઠકો મેળવી હતી. ચૂંટણી બાદ રાષ્ટ્રપતિ ઇસાક હર્ઝોગે સાંસદોનો અભિપ્રાય જાણ્યો હતો, જેમાં 67 સાંસદોએ આઇઝનકોટને વડાપ્રધાન બનાવવા સમર્થન આપ્યું હતું. જ્યારે 46 સાંસદોએ નેતન્યાહૂનું સમર્થન કર્યું હતું. આના આધારે રાષ્ટ્રપતિએ આઇઝનકોટને સરકાર રચવાની પ્રથમ તક આપી હતી.

Political Showdown in Israel: લઘુમતીમાં સરકાર રચવાની આઇઝનકોટની રણનીતિ

Political Showdown in Israel

આઇઝનકોટ પાસે પોતાના ગઠબંધનના 48 સાંસદોનું સમર્થન છે. તેમની યોજના મુજબ નેતન્યાહૂના 46 સાંસદો સરકારની વિરુદ્ધ મતદાન કરે અને બાકીના 26 સાંસદો મતદાનથી દૂર રહે તો સરકાર રચવાનો માર્ગ મોકળો થઈ શકે છે. જોકે, આઇઝનકોટએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ આરબ પક્ષોને પોતાની સરકારમાં સામેલ નહીં કરે, પરંતુ મતદાન દરમિયાન તેઓ તટસ્થ રહે તેવી તેમની અપેક્ષા છે.

Political Showdown in Israel: કટ્ટરપંથી પક્ષોને લઈને પણ રાજકીય મતભેદ

Political Showdown in Israel

સરકાર રચવાની પ્રક્રિયામાં કટ્ટરપંથી નેતાઓને સામેલ કરવાના મુદ્દે પણ બંને પક્ષો વચ્ચે મતભેદ છે. આઇઝનકોટ જમણેરી મંત્રી ઇતામાર બેન-ગવિરના સમર્થકોને સરકારમાં સ્થાન આપવા ઇચ્છતા નથી. બીજી તરફ, તેમણે નેતન્યાહૂની લિકુડ પાર્ટી અને બેઝાલેલ સ્મોટ્રિચની ધાર્મિક ઝાયોનિઝમ પાર્ટીના નેતાઓ સાથે સરકાર રચવાની શક્યતા ખુલ્લી રાખી છે. આ માટે તેમણે નેતન્યાહૂ પાસે રાષ્ટ્રીય એકતાની વાત પ્રત્યે પ્રામાણિકતા દર્શાવવાની માગ કરી છે. દરમિયાન, ઇઝરાયલની સંસદ નેસેટ મંગળવારે નવા સ્પીકરની પસંદગી કરશે. હાલમાં આ પદ નેતન્યાહૂના સહયોગી આમિર ઓહાના સંભાળી રહ્યા છે, જ્યારે વિપક્ષે ભૂતપૂર્વ સૈન્ય અધિકારી મટન કહાનાને ઉમેદવાર બનાવ્યા છે. હવે ઇઝરાયલમાં નવી સરકાર રચવાની પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધે છે તેના પર સૌની નજર છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: કાવેરી જળવિવાદ ફરી વકર્યો, મેખેદાટુ ડેમ મુદ્દે કર્ણાટક અને તમિલનાડુના કોંગ્રેસી નેતાઓ સામસામે

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments