HomeSportsHarmanpreet Returns to Form: ઇન્ટરવ્યૂમાં ભાવુક થઈ હરમનપ્રીત કૌર: 41 બોલમાં અણનમ...

Harmanpreet Returns to Form: ઇન્ટરવ્યૂમાં ભાવુક થઈ હરમનપ્રીત કૌર: 41 બોલમાં અણનમ 91 રન ફટકારી ભારતને અપાવી 92 રનની જીત

Harmanpreet Returns to Form: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઝિમ્બાબ્વે સામેની ત્રીજી અને અંતિમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં શાનદાર પ્રદર્શન કરીને 92 રનથી જીત મેળવી છે. આ સાથે ભારતે ત્રણ મેચની સિરીઝ 3-0થી પોતાના નામે કરી લીધી. રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં પૂર્વ કેપ્ટન હરમનપ્રીત કૌર અને શેફાલી વર્માની આક્રમક બેટિંગ ભારતની જીતનું મુખ્ય કારણ બની હતી. જોકે, મેચ બાદ હરમનપ્રીત ઇન્ટરવ્યૂ દરમિયાન ભાવુક થઈ જતાં આ ક્ષણ પણ ચર્ચામાં આવી હતી.

Harmanpreet Returns to Form: હરમનપ્રીતની તોફાની બેટિંગ, 41 બોલમાં 91 રન

Harmanpreet Returns to Form

ભારતે પ્રથમ બેટિંગ કરતાં નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટે 216 રન બનાવ્યા હતા. હરમનપ્રીત કૌરે માત્ર 41 બોલમાં અણનમ 91 રન ફટકાર્યા હતા. તેની ઇનિંગમાં 10 ચોગ્ગા અને 5 છગ્ગાનો સમાવેશ થયો હતો. શરૂઆતમાં ધીમી ગતિએ રમ્યા બાદ તેણે આક્રમક બેટિંગ શરૂ કરી અને ઝિમ્બાબ્વેના બોલરો પર દબાણ ઊભું કર્યું.

Harmanpreet Returns to Form

બીજી તરફ, શેફાલી વર્માએ 37 બોલમાં 69 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 6 ચોગ્ગા અને 5 છગ્ગા સામેલ હતા. શેફાલી અને હરમનપ્રીતે ત્રીજી વિકેટ માટે 84 રનની મહત્ત્વપૂર્ણ ભાગીદારી કરી હતી. અંતિમ પાંચ ઓવરમાં ભારતીય ટીમે 62 રન ઉમેરતાં મોટો સ્કોર ઊભો કર્યો હતો.

Harmanpreet Returns to Form: કેપ્ટનપદ છોડ્યા બાદ હરમનપ્રીતની ભાવુક ક્ષણ

હરમનપ્રીત કૌરે આ મહિનાની શરૂઆતમાં ભારતીય મહિલા ટીમના ત્રણેય ફોર્મેટની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ સ્મૃતિ મંધાનાને ટીમની નવી કેપ્ટન બનાવવામાં આવી હતી. કેપ્ટનપદ છોડ્યા બાદની આ સિરીઝમાં હરમનપ્રીતની બેટિંગ ખાસ ધ્યાન ખેંચી રહી હતી.

ઝિમ્બાબ્વે સામેની મેચમાં શાનદાર ઇનિંગ રમ્યા બાદ બ્રોડકાસ્ટર સાથેની વાતચીત દરમિયાન હરમનપ્રીત ભાવુક થઈ ગઈ હતી. તેની આંખોમાં આંસુ આવી ગયાં હતાં. તેણે પોતાની બેટિંગમાં સુધારા માટે કોચ અને સહયોગ આપનારા લોકોનો આભાર માન્યો હતો. ઇન્ટરવ્યૂના અંતે તેણે માઇક બાજુએ મૂક્યું અને ત્યાંથી ચાલી ગઈ હતી. આ ઘટનાનો વીડિયો પણ ચર્ચામાં આવ્યો હતો

Harmanpreet Returns to Form: ઝિમ્બાબ્વેની ટીમ 124 રન જ બનાવી શકી

Harmanpreet Returns to Form

217 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની શરૂઆત ખરાબ રહી હતી. જોકે, શાર્ન માયર્સ અને બેલવ્ડ બીજાએ ત્રીજી વિકેટ માટે મહત્ત્વપૂર્ણ ભાગીદારી કરીને ટીમને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. માયર્સે 49 બોલમાં 60 રન બનાવ્યા હતા, જ્યારે બીજાએ 50 બોલમાં 44 રનનું યોગદાન આપ્યું હતું.

આ ભાગીદારી તૂટ્યા બાદ ઝિમ્બાબ્વેની ટીમ દબાણમાંથી બહાર આવી શકી નહોતી. ભારતીય બોલરોએ નિયમિત અંતરે વિકેટો મેળવી અને વિરોધી ટીમને 20 ઓવરમાં 7 વિકેટે 124 રન સુધી મર્યાદિત રાખી હતી.

ભારત તરફથી નંદની શર્માએ શાનદાર બોલિંગ કરતાં ચાર ઓવરમાં 18 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. અન્ય બોલરોએ પણ વિકેટ મેળવી ટીમની જીતમાં યોગદાન આપ્યું હતું

Harmanpreet Returns to Form: ભારતની સતત 11મી T20 જીત

Harmanpreet Returns to Form

આ જીત સાથે ભારતીય મહિલા ટીમે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સતત 11મી જીત નોંધાવી હતી. ભારતે આ સિરીઝમાં ત્રણેય મેચ જીતીને ઝિમ્બાબ્વે સામે પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું. શેફાલી વર્માના સતત સારા પ્રદર્શન બદલ તેને પ્લેયર ઑફ ધ સિરીઝ તરીકે પસંદ કરવામાં આવી હતી, જ્યારે હરમનપ્રીતની 91 રનની ઇનિંગ મેચની સૌથી યાદગાર બેટિંગ બની હતી.

ભારત માટે આ જીત માત્ર સિરીઝમાં ક્લીન સ્વીપ પૂરતી સીમિત નથી. હરમનપ્રીતનું ફોર્મમાં પરત ફરવું પણ ટીમ માટે સકારાત્મક સંકેત છે. હવે આગામી મેચોમાં ભારતીય મહિલા ટીમ આ લય જાળવી રાખે છે કે નહીં તેના પર ક્રિકેટપ્રેમીઓની નજર રહેશે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: માર્કો રુબિયોની જામનગર મુલાકાતથી વિશ્વનું ધ્યાન ગુજરાત પર: રિલાયન્સ રિફાઇનરી, વેનેઝુએલાનું તેલ અને અમેરિકા સાથે ઊર્જા સહયોગ મુખ્ય મુદ્દા

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments