Jaya Kishori’s Katha in Rajkot: રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડમાં આગામી 28થી 30 સપ્ટેમ્બર દરમિયાન ત્રણ દિવસીય સનાતન ધર્મનો મેળો યોજાવા જઈ રહ્યો છે. આ પ્રસંગે જાણીતા કથાકાર જયા કિશોરી દીદીની કથાનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમનું આયોજન શ્રી સનાતન યુવા કથા સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે.
Jaya Kishori’s Katha in Rajkot: ધર્મપ્રેમી જનતાને જાહેર આમંત્રણ

આયોજકો દ્વારા ગુજરાતની ધર્મપ્રેમી જનતાને કથાનું રસપાન કરવા અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. રાજકોટમાં યોજાનારા આ ધાર્મિક કાર્યક્રમને લઈને આયોજકો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
Jaya Kishori’s Katha in Rajkot: યુવાનો અને Gen-Zમાં પણ જોવા મળે છે રસ

જયા કિશોરી દીદી સનાતન ધર્મ, આધ્યાત્મિકતા અને જીવનમૂલ્યો અંગેની કથાઓ માટે જાણીતા છે. તેમની કથાઓમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાતા હોવાનો આયોજકોનો દાવો છે. ખાસ કરીને Gen-Z સહિત યુવા વર્ગમાં પણ આધ્યાત્મિક અને ધાર્મિક કાર્યક્રમો પ્રત્યે વધતા રસને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમને મહત્વ આપવામાં આવી રહ્યું છે.
આયોજકો અને સામાજિક અગ્રણીઓ શું કહે છે?
આ સમગ્ર આયોજન અંગે સામાજિક અગ્રણી વિજય વાંક, આયોજક ભરત દોશી અને આયોજક યોગીન છનીયારા દ્વારા કાર્યક્રમની વિગતો અને આયોજન અંગે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવશે.
આ પણ વાંચો :એશિયન ગેમ્સમાં ભારતનો ધમાકો, મેડલ ટેલી 19 પર પહોંચી

