HomeGujarat72nd National Film Awards: 72મો નેશનલ ફિલ્મ એવોર્ડ: ગુજરાતમાં પહેલીવાર ભવ્ય સમારોહ,...

72nd National Film Awards: 72મો નેશનલ ફિલ્મ એવોર્ડ: ગુજરાતમાં પહેલીવાર ભવ્ય સમારોહ, બોલિવૂડ-સાઉથ સ્ટાર્સનો જમાવડો

72nd National Film Awards: ગુજરાતના એકતાનગર (કેવડિયા)માં આજે 22 સપ્ટેમ્બરે 72મા નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે 4 વાગ્યાથી શરૂ થનારા આ ભવ્ય સમારોહમાં બોલિવૂડ અને સાઉથ ઇન્ડસ્ટ્રીના અનેક જાણીતા કલાકારો હાજરી આપશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે ગઈકાલે વડોદરા પહોંચ્યા હતા. ત્યાંથી તેઓ રોડ માર્ગે કેવડિયા પહોંચ્યા હતા. અભિનેતા કાર્તિક આર્યન પણ અગાઉથી કેવડિયા પહોંચી ગયા હતા, જ્યાં તેમનું ઢોલ-નગારાં અને ગરબા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.

72nd National Film Awards:  સ્ટાર્સનો જમાવડો

સમારોહમાં હાજરી આપવા માટે રણદીપ હુડ્ડા પત્ની અને બાળક સાથે, મમૂટી, ધનુષ અને અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરી સહિતના કલાકારો ગુજરાત પહોંચ્યા છે. આજે અન્ય સેલિબ્રિટીઓના આગમનની પણ શરૂઆત થઈ છે.

72nd National Film Awards:  ‘મારણ’ને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ

72nd National Film Awards

72મા નેશનલ ફિલ્મ એવોર્ડમાં ગુજરાતી ફિલ્મ મારણ’ને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ આપવામાં આવશે.

આ ઉપરાંત ‘આર્ટિકલ 370’ને સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મ અને ‘શ્રીકાંત’ને સર્વશ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો એવોર્ડ મળવાનો છે. યામી ગૌતમને લીડિંગ રોલમાં બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ આપવામાં આવશે.

મમૂટી અને કાર્તિક આર્યન પણ લીડિંગ રોલમાં બેસ્ટ એક્ટર કેટેગરીમાં સન્માનિત થશે.

72nd National Film Awards: રાષ્ટ્રપતિના હસ્તે થશે મુખ્ય સમારોહ

72nd National Film Awards

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલા ‘બસ બે’ વિસ્તારમાં ખાસ AC જર્મન ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. ડોમમાં અંદાજે 1,000 મહેમાનો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.

સાંજે 4થી 5:15 વાગ્યા દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, કેન્દ્રીય મંત્રીઓ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં દીપ પ્રાગટ્ય અને રાષ્ટ્રગાન સાથે સમારોહની શરૂઆત થશે.

મહેમાનો માટે ગુજરાતી વાનગીઓની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

72 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત દિલ્હી બહાર સમારોહ

72nd National Film Awards

વર્ષ 1954માં શરૂ થયેલા નેશનલ ફિલ્મ એવોર્ડના 72 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત દિલ્હી બહાર આ પ્રકારનો મુખ્ય સમારોહ યોજાઈ રહ્યો છે. ગુજરાતને આ ઐતિહાસિક સમારોહની યજમાની મળી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: છેલ્લી ઓવરમાં જાપાન ચૂકી ગયું, 5 ઓવરની રોમાંચક મેચમાં ભારતનો 2 રને વિજય

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments