HomeDeshIndia Enter Semifinals: જાપાન સામે ભારતનો દમદાર વિજય; શેફાલી વર્માની 15 બોલમાં...

India Enter Semifinals: જાપાન સામે ભારતનો દમદાર વિજય; શેફાલી વર્માની 15 બોલમાં નોટઆઉટ 40 રનની તોફાની ઇનિંગ

India Enter Semifinals: એશિયન ગેમ્સ 2026માં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કરતાં જાપાનને 8 વિકેટે હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ક્વાર્ટર ફાઇનલમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય બોલર્સે જાપાનની બેટિંગ લાઇનઅપને માત્ર 57 રનમાં ઓલઆઉટ કરી દીધી.

India Enter Semifinals: શ્રી ચરણીનો શાનદાર સ્પેલ

India Enter Semifinals

ભારત તરફથી શ્રી ચરણી સૌથી સફળ બોલર રહી હતી. તેણે 4 ઓવરમાં માત્ર 10 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. શેફાલી વર્માએ 2 વિકેટ, જ્યારે દીપ્તિ શર્મા અને શ્રેયંકા પાટીલે 1-1 વિકેટ ઝડપી હતી. જાપાનની બે બેટર્સ રનઆઉટ થઈ હતી.

India Enter Semifinals: શેફાલીની તોફાની બેટિંગ

58 રનના સરળ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે માત્ર 5 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 59 રન બનાવી જીત મેળવી. શેફાલી વર્માએ માત્ર 15 બોલમાં નોટઆઉટ 40 રનની તોફાની ઇનિંગ રમી હતી, જેમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે. રિચા ઘોષ 12 રને નોટઆઉટ રહી હતી.

હવે સેમિફાઇનલમાં બાંગ્લાદેશ સામે મુકાબલો

India Enter Semifinals

આ જીત સાથે ભારતે એશિયન ગેમ્સની મહિલા ક્રિકેટ સ્પર્ધાની સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. હવે ભારતીય ટીમનો મુકાબલો 20 સપ્ટેમ્બરે બાંગ્લાદેશ સામે થશે. ભારત 2022માં મહિલા ક્રિકેટનું ગોલ્ડ મેડલ જીત્યું હતું અને આ વખતે પણ ટાઇટલ ડિફેન્ડ કરી રહ્યું છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: AI એજન્ટોએ એકબીજા સાથે અનધિકૃત સંદેશાવ્યવહાર કર્યો; મંજૂરી વિના ફાઇલો ઇન્ટરનેટ પર અપલોડ કરી

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments