HomeDeshBig Relief for NEET-JEE Aspirants: NEET-JEEની તૈયારી માટે મફત AI કોચિંગ, ઓક્ટોબરથી...

Big Relief for NEET-JEE Aspirants: NEET-JEEની તૈયારી માટે મફત AI કોચિંગ, ઓક્ટોબરથી ડિજિટલ પ્લેટફોર્મ શરૂ થવાની અપેક્ષા

Big Relief for NEET-JEE Aspirants: NEET અને JEE જેવી સ્પર્ધાત્મક પ્રવેશ પરીક્ષાની તૈયારી કરતા લાખો વિદ્યાર્થીઓ માટે મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે. અહેવાલો મુજબ, કેન્દ્ર સરકાર ટેક્નોલોજી આધારિત મફત કોચિંગ માટે ડિજિટલ પ્લેટફોર્મ શરૂ કરવાની તૈયારી કરી રહી છે. આગામી 2 ઓક્ટોબરથી આ પ્લેટફોર્મ લોન્ચ થવાની અપેક્ષા છે. આ પહેલની સૌથી મહત્વની વિશેષતા ‘AI પર્સનલ ટ્યુટર’ હશે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિદ્યાર્થીના જવાબો, અભ્યાસની ક્ષમતા, પ્રદર્શન અને નબળા વિષયોનું વિશ્લેષણ કરીને તેના માટે જરૂરી માર્ગદર્શન આપશે. મોંઘી ખાનગી કોચિંગ ફી ચૂકવવામાં અસમર્થ વિદ્યાર્થીઓ માટે આ વ્યવસ્થા મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

Big Relief for NEET-JEE Aspirants: AI ટ્યુટર વિદ્યાર્થીઓને કેવી રીતે મદદ કરશે?

Big Relief for NEET-JEE Aspirants

AI આધારિત સિસ્ટમ વિદ્યાર્થીની જરૂરિયાત પ્રમાણે વ્યક્તિગત અભ્યાસ યોજના તૈયાર કરશે. નબળા વિષયો ઓળખીને તેના પર વધુ પ્રેક્ટિસ કરાવવામાં આવશે. અઘરા કોન્સેપ્ટને સરળ રીતે સમજાવવા ઉપરાંત અલગ-અલગ મુશ્કેલી સ્તરના પ્રશ્નો પણ આપવામાં આવશે.

અભ્યાસ દરમિયાન વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલી માટે ઇન્સ્ટન્ટ ડાઉટ સોલ્વિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવાનો હેતુ છે. સાથે જ વિદ્યાર્થીની પ્રગતિનું સતત વિશ્લેષણ કરીને કયા વિષયમાં વધુ મહેનત કરવાની જરૂર છે તેની માહિતી આપવામાં આવશે.

Big Relief for NEET-JEE Aspirants: ગ્રામ્ય અને નાના શહેરોના વિદ્યાર્થીઓ પર ફોકસ

Big Relief for NEET-JEE Aspirants

આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર મોટા શહેરોમાં નહીં પરંતુ નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ સુધી ગુણવત્તાયુક્ત પરીક્ષા તૈયારી પહોંચાડવાનો છે. શરૂઆતના તબક્કામાં NEET-UG અને JEE Main/Advancedની તૈયારી કરતા વિદ્યાર્થીઓને આવરી લેવાની યોજના હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.

સફળ અમલીકરણ બાદ ભવિષ્યમાં પ્લેટફોર્મનો વ્યાપ CUET, UPSC, SSC અને બેંકિંગ જેવી અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ સુધી વધારવાની યોજના પણ હોવાનું જણાવાઈ રહ્યું છે.

Big Relief for NEET-JEE Aspirants: રજિસ્ટ્રેશન અંગે સાવચેતી જરૂરી

યોજના માટે સત્તાવાર પોર્ટલ, વેબસાઇટ અને રજિસ્ટ્રેશન લિંક અંગે અંતિમ વિગતો જાહેર થવાની બાકી છે. તેથી વિદ્યાર્થીઓ અને વાલીઓએ સોશિયલ મીડિયા પર ફરતી કોઈપણ અસત્તાવાર લિંક કે બનાવટી વેબસાઇટ પર પોતાની વ્યક્તિગત માહિતી આપવી નહીં. સત્તાવાર જાહેરાત બાદ જ નોંધણી પ્રક્રિયા કરવી સલામત રહેશે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: દુનિયાનો નકશો બદલાશે, UNનું ‘Equal Earth’ને સમર્થન, હવે આફ્રિકા ખંડ સાચા પ્રમાણમાં દેખાશે

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments