HomeDeshPM Modi's Warning Came True: 'મોદીએ ચેતવ્યા હતા, અમે સાંભળ્યું નહીં', બેલ્જિયમના...

PM Modi’s Warning Came True: ‘મોદીએ ચેતવ્યા હતા, અમે સાંભળ્યું નહીં’, બેલ્જિયમના વડાપ્રધાને સ્વીકારી યુરોપની નબળાઈ

PM Modi’s Warning Came True: બેલ્જિયમના વડાપ્રધાન બાર્ટ ડી વેવરે દિલ્હીમાં આયોજિત સીઆઈઆઈ (CII)ના કાર્યક્રમમાં યુરોપની વર્તમાન આર્થિક અને વ્યૂહાત્મક સ્થિતિ અંગે અત્યંત નિખાલસ નિવેદન આપ્યું છે. તેમણે સ્વીકાર્યું કે યુરોપને હવે અન્ય દેશો પરની અતિશય આર્થિક નિર્ભરતાનું ગંભીર જોખમ સમજાઈ રહ્યું છે. તેમણે યાદ અપાવ્યું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુરોપને આ જોખમ અંગે ઘણા સમય પહેલાં જ ચેતવણી આપી દીધી હતી, પરંતુ યુરોપે તે સમયે ધ્યાન આપ્યું નહીં. વેવરે જણાવ્યું કે ઝડપથી બદલાતી દુનિયા સાથે યુરોપ તાલ મિલાવી શક્યું નથી અને ઇનોવેશન તેમજ પ્રોડક્ટિવિટીના ક્ષેત્રમાં ચીન તથા અમેરિકા તેનાથી ઘણા આગળ નીકળી ગયા છે.

PM Modi's Warning Came True

PM Modi’s Warning Came True: સુરક્ષા અને સંરક્ષણ ક્ષેત્રે વધતું દબાણ

 ડી વેવરે જણાવ્યું કે યુરોપની નબળાઈ માત્ર આર્થિક બાબતો પૂરતી મર્યાદિત નથી, પરંતુ યુરોપિયન દેશો પોતાની સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી પણ જાતે ઉઠાવી શકતા નથી. તેમણે આ સ્થિતિને કડવી વાસ્તવિકતા સામે જાગવું એટલે કે ‘રુડ અવેકનિંગ’ ગણાવી હતી. નાટો (NATO) દેશો પર સંરક્ષણ ખર્ચ વધારવા અંગે વૈશ્વિક દબાણ સતત વધી રહ્યું છે. ૨૦૧૭માં સંરક્ષણ પાછળ જીડીપીના ૨% ખર્ચની વાત થઈ હતી, જે બાદમાં વધારીને ૪% કરાઈ હતી. હવે નાટો દેશોએ ૨૦૩૫ સુધીમાં સુરક્ષા પાછળ જીડીપીના ૫% ખર્ચ કરવાનું મહત્વાકાંક્ષી લક્ષ્ય રાખ્યું છે. વેવરે કહ્યું કે યુરોપને આ વાત મોડેથી સમજાઈ છે, પરંતુ હવે તેમાં પરિવર્તન આવી રહ્યું છે.

PM Modi’s Warning Came True: સ્થાનિક ઉદ્યોગોને નુકસાન અને સસ્તી આયાતનો માર

 બેલ્જિયમના પીએમએ ચિંતા વ્યક્ત કરી કે યુરોપે વિદેશી કંપનીઓ માટે પોતાના બજારો મોટા પાયે ખુલ્લા મૂકી દીધા, જેના પરિણામે સસ્તા માલની આયાત વધી ગઈ. આ સસ્તા માલના કારણે સ્થાનિક યુરોપિયન ઉદ્યોગો નબળા પડતા ગયા. આ અનિયંત્રિત વેપાર વ્યવસ્થાનો સૌથી વધુ લાભ યુરોપના એક પાડોશી દેશે ઉઠાવ્યો, જેનો સીધો સંકેત ચીન તરફ હતો.

PM Modi’s Warning Came True: ભારત યુરોપનો નંબર-૧ વ્યૂહાત્મક ભાગીદાર

 મુંબઈમાં ભારત-EU મુક્ત વ્યાપાર કરાર (FTA) સંબંધિત બેઠકમાં પણ સંબોધન કરતાં ડી વેવરે ભારતને યુરોપનો સૌથી મહત્વપૂર્ણ અને પ્રથમ ક્રમનો વ્યૂહાત્મક ભાગીદાર ગણાવ્યો હતો. તેમણે ભારપૂર્વક કહ્યું કે પરસ્પર સન્માન અને સહયોગ ધરાવતા દેશોની યાદીમાં ભારત સૌથી ટોચ પર હોવું જોઈએ. ભારતની ઝડપી આર્થિક પ્રગતિ, ટેકનોલોજીકલ કૌશલ્ય અને વિશાળ યુવા વર્ગ બંને પક્ષો વચ્ચે સપ્લાય ચેઇન, રોકાણ અને વ્યાપાર ક્ષેત્રે નવા દ્વાર ખોલી શકે છે. આ દરમિયાન તેમણે બેલ્જિયમના આંતરિક બજેટ સંકટ અને ૨૦૨૯ સુધીમાં ૧૦ અબજ યુરોની બચત કરવાના પડકારો પર પણ ચર્ચા કરી હતી.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

‘ભારત-અમેરિકાની દોસ્તીથી દુનિયાના દેશો ઈર્ષ્યા કરે છે’, અમેરિકી રાજદૂતનું મોટું નિવેદન

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments