HomeAhmedabadAGE IS JUST A NUMBER: 66 વર્ષની ઉંમરે પણ ફિટનેસનો જુસ્સો, પૌત્રીને...

AGE IS JUST A NUMBER: 66 વર્ષની ઉંમરે પણ ફિટનેસનો જુસ્સો, પૌત્રીને ઊંચકીને દાદીએ જીમમાં ઉજવ્યો જન્મદિવસ

AGE IS JUST A NUMBER: અમદાવાદનાં ફિટનેસ ઉદ્યોગસાહસિક અને કન્ટેન્ટ ક્રિએટર રેણુ સિધુએ પોતાનો 66મો જન્મદિવસ અનોખી રીતે ઉજવીને સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચ્યું છે. જન્મદિવસની પાર્ટી કે કેક કટિંગને બદલે તેમણે પૌત્રી સાથે જીમમાં વર્કઆઉટ કરવાનું પસંદ કર્યું.

30 ઓગસ્ટે શેર કરવામાં આવેલા વીડિયોમાં રેણુ સિધુ પોતાની પૌત્રીને ઊંચકીને સ્કવોટ્સ, બલ્ગેરિયન સ્પ્લિટ સ્કવોટ્સ અને હિપ થ્રસ્ટ જેવી કસરતો કરતી જોવા મળે છે. 66 વર્ષની ઉંમરે પણ તેમની ફિટનેસ અને એનર્જી જોઈને લોકો આશ્ચર્યચકિત થયા છે.

AGE IS JUST A NUMBER: 54 વર્ષની ઉંમરે શરૂ કરી નવી ઇનિંગ

રેણુ સિધુએ 54 વર્ષની ઉંમરે અમદાવાદમાં ફિટનેસ ક્ષેત્રે ઉદ્યોગસાહસિક તરીકે નવી શરૂઆત કરી હતી. તેઓ 2017માં મહિલા પાવરલિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યા હોવાનો દાવો કરે છે. જ્યારે 2019માં **‘Battle of the Fittest Woman of Gujarat’**નો ખિતાબ મેળવ્યો હોવાનો પણ ઉલ્લેખ કરે છે.

AGE IS JUST A NUMBER: ઉંમર નહીં, શિસ્ત મહત્વની

AGE IS JUST A NUMBER

રેણુ સિધુનો સંદેશ સ્પષ્ટ છે—ફિટનેસ માત્ર દેખાવ માટે નહીં, પરંતુ લાંબા અને સક્રિય જીવન માટે જરૂરી છે. તેઓ પ્રેરણા કરતાં શિસ્તને વધુ મહત્વ આપે છે. પૌત્રીને ઊંચકીને કરેલો તેમનો વર્કઆઉટ વીડિયો ઉંમર અને ફિટનેસને લઈને સકારાત્મક સંદેશ આપી રહ્યો છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: OBC ક્રીમીલેયર મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, માત્ર પગારના આધારે અનામતનો લાભ નહીં છીનવી શકાય

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments