HomeDeshSUPREME COURT BIG VERDICT: OBC ક્રીમીલેયર મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, માત્ર...

SUPREME COURT BIG VERDICT: OBC ક્રીમીલેયર મુદ્દે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, માત્ર પગારના આધારે અનામતનો લાભ નહીં છીનવી શકાય

SUPREME COURT BIG VERDICT: OBC ક્રીમીલેયર નક્કી કરવાના માપદંડને લઈને સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. કોર્ટે જણાવ્યું છે કે માતા-પિતાના માત્ર પગારના આધારે કોઈ ઉમેદવારને OBC અનામતના લાભથી વંચિત કરી શકાય નહીં. જસ્ટિસ પી.એસ. નરસિંહા અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે કેન્દ્ર સરકારની અપીલો ફગાવીને આ મુદ્દે મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યો છે.

SUPREME COURT BIG VERDICT

કોર્ટના જણાવ્યા મુજબ, ક્રીમીલેયર નક્કી કરતી વખતે માત્ર આવક જ નહીં, પરંતુ માતા-પિતા કયા પદ પર છે અને તેમની સામાજિક તથા સત્તાકીય સ્થિતિ શું છે, તે બાબતો પણ ધ્યાનમાં લેવી જરૂરી છે.

SUPREME COURT BIG VERDICT: 1993ના નિયમોનો આપ્યો આધાર

સુપ્રીમ કોર્ટે 1993ના ઓફિસ મેમોરેન્ડમનો ઉલ્લેખ કરતાં કહ્યું કે પગારની આવકને યાંત્રિક રીતે ક્રીમીલેયર નક્કી કરવાનો એકમાત્ર માપદંડ બનાવી શકાય નહીં. ખાસ કરીને PSU અને ખાનગી ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓના સંતાનોને માત્ર વધુ પગારના આધારે OBC અનામતથી બહાર રાખવાથી સમાન સામાજિક સ્થિતિ ધરાવતા ઉમેદવારો વચ્ચે ભેદભાવ સર્જાઈ શકે છે.

SUPREME COURT BIG VERDICT

SUPREME COURT BIG VERDICT: ક્રીમીલેયરનો હેતુ શું?

કોર્ટે સ્પષ્ટ કર્યું કે ક્રીમીલેયર વ્યવસ્થાનો મુખ્ય હેતુ સામાજિક રીતે આગળ વધી ચૂકેલા વર્ગને અનામતના લાભથી અલગ કરવાનો છે, પરંતુ સમાન સામાજિક સ્થિતિ ધરાવતા OBC ઉમેદવારો વચ્ચે કૃત્રિમ ભેદ ઊભો કરવાનો નથી.

આ ચુકાદો OBC અનામતના લાભ માટે ક્રીમીલેયર નક્કી કરવાની પ્રક્રિયા અને તેના માપદંડ અંગે મહત્વપૂર્ણ અસર પાડી શકે છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: NID અમદાવાદની વિદ્યાર્થીનીની કમાલ, ₹3 લાખથી શરૂ કરેલો બિઝનેસ પહોંચ્યો ₹20 કરોડે

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments