HomeGujarat₹3 LAKH TO ₹20 CRORE: NID અમદાવાદની વિદ્યાર્થીનીની કમાલ, ₹3 લાખથી શરૂ...

₹3 LAKH TO ₹20 CRORE: NID અમદાવાદની વિદ્યાર્થીનીની કમાલ, ₹3 લાખથી શરૂ કરેલો બિઝનેસ પહોંચ્યો ₹20 કરોડે

₹3 LAKH TO ₹20 CRORE: આંધ્રપ્રદેશના વિજયવાડાની સંજના ત્રિપુરમલ્લુએ માત્ર ₹3 લાખની મૂડીથી શરૂ કરેલા બિઝનેસને વાર્ષિક ₹20 કરોડના રેવન્યુ સુધી પહોંચાડીને ઉદ્યોગસાહસિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. અમદાવાદની NIDમાંથી અભ્યાસ કરનાર સંજનાએ વર્ષ 2021માં પોતાના બેડરૂમમાંથી Cosmos Diamonds નામે લેબ-ગ્રોન ડાયમંડનો સ્ટાર્ટઅપ શરૂ કર્યો હતો.

₹3 LAKH TO ₹20 CRORE: શરૂઆતમાં લોકોને નહોતો વિશ્વાસ

₹3 LAKH TO ₹20 CRORE

સંજનાની સફર સરળ નહોતી. શરૂઆતના સમયમાં લેબ-ગ્રોન ડાયમંડને લઈને બજારમાં અનેક ગેરસમજો હતી અને તેને ‘નકલી હીરા’ તરીકે જોવામાં આવતો હતો. મહિલા ઉદ્યોગસાહસિક હોવાના કારણે શરૂઆતમાં તેમને ગંભીરતાથી ન લેવામાં આવ્યા હોવાનો પણ ઉલ્લેખ થાય છે.

પરંતુ સંજનાએ પડકારો સામે હાર ન માની. તેમણે WhatsApp ગ્રુપના માધ્યમથી ગ્રાહકો સાથે જોડાણ શરૂ કર્યું અને YouTube વીડિયો દ્વારા લેબ-ગ્રોન ડાયમંડ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવી.

₹3 LAKH TO ₹20 CRORE: ₹3 લાખથી ₹20 કરોડની સફર

₹3 LAKH TO ₹20 CRORE

વર્ષ 2023માં વિજયવાડામાં કંપનીનો પ્રથમ સ્ટોર શરૂ કરવામાં આવ્યો. ત્યારબાદ બિઝનેસમાં સતત વિસ્તરણ થયું. નાણાકીય વર્ષ 2025-26માં કંપનીએ ₹20 કરોડનું રેવન્યુ નોંધાવ્યું, જેમાં આશરે 35 ટકા વેચાણ ઓનલાઈન માધ્યમથી થયું હતું.

હાલમાં કંપનીમાં 25 સભ્યોની ટીમ અને ચાર મેન્યુફેક્ચરિંગ યુનિટ હોવાનું જણાવાયું છે. માત્ર ₹3 લાખથી શરૂ થયેલી આ સફર યુવા ઉદ્યોગસાહસિકો માટે પ્રેરણારૂપ બની છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: માળિયા (મિ.)માં ધરતીમાંથી નીકળ્યા 34 શંખ, ચામુંડા માતાજીના મઢે અનોખી ઘટના

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments