HomeGujaratAhmedabad Drug Crackdown: અમદાવાદમાં બનાવટી દવાના વેચાણ સામે તંત્રની કડક કાર્યવાહી: 30થી...

Ahmedabad Drug Crackdown: અમદાવાદમાં બનાવટી દવાના વેચાણ સામે તંત્રની કડક કાર્યવાહી: 30થી વધુ મેડિકલ સ્ટોર-એજન્સીઓમાં તપાસ, 1,250 નકલી ટેબ્લેટ જપ્ત

Ahmedabad Drug Crackdown: રાજ્યમાં બનાવટી અને શંકાસ્પદ દવાના વેચાણ સામે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની સૂચના અને કમિશનરશ્રીના માર્ગદર્શન હેઠળ અમદાવાદ સહિત વિવિધ સ્થળોએ સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ કાર્યવાહી દરમિયાન અમદાવાદ શહેરમાં 30થી વધુ મેડિકલ સ્ટોર અને દવા એજન્સીઓની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન નકલી દવાના વેચાણ અને સંગ્રહ અંગે શંકાસ્પદ વિગતો સામે આવતા તંત્ર દ્વારા દવાના જથ્થાની ચકાસણી કરવામાં આવી હતી.

Ahmedabad Drug Crackdown: નકલી ‘નિકાર્ડિયા રિટાર્ડ-10’ની 1,250 ટેબ્લેટ જપ્ત

Ahmedabad Drug Crackdown

તપાસ દરમિયાન નિકાર્ડિયા રિટાર્ડ-10’ની 1,250 ટેબ્લેટ શંકાસ્પદ અને બનાવટી હોવાનું સામે આવતા તંત્ર દ્વારા તેનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ દવાનો અંદાજિત રૂ.1.70 લાખનો શંકાસ્પદ જથ્થો પ્રતિબંધિત કરવામાં આવ્યો છે.

દવા બજારમાંથી દર્દીઓ સુધી પહોંચે તે પહેલાં જ તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. બનાવટી દવાઓના સેવનથી દર્દીઓના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થવાની શક્યતા હોવાથી સમગ્ર મામલે અધિકારીઓ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.

Ahmedabad Drug Crackdown

Ahmedabad Drug Crackdown: વિવિધ સ્થળોએ પણ તપાસનો દોર

Ahmedabad Drug Crackdown

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા અમદાવાદ ઉપરાંત રાજ્યના અન્ય સ્થળોએ પણ દવાના મેડિકલ સ્ટોર, એજન્સીઓ અને સપ્લાય ચેઇન સાથે સંકળાયેલા સ્થળોની તપાસ કરવામાં આવી રહી છે. દવાઓના બિલ, બેચ નંબર, સપ્લાયર તથા સ્ટોક સહિતની વિગતોની ચકાસણી કરવામાં આવી રહી છે.

તંત્ર દ્વારા શંકાસ્પદ દવાના નમૂનાઓને વધુ તપાસ માટે મોકલવામાં આવે તેવી શક્યતા છે. તપાસના પરિણામોના આધારે જવાબદાર વ્યક્તિઓ કે સંસ્થાઓ સામે નિયમ મુજબ વધુ કાર્યવાહી કરવામાં આવશે.

બનાવટી દવાઓના ગેરકાયદે વેચાણને અટકાવવા માટે આગામી દિવસોમાં પણ આવી સઘન તપાસ અને કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેમ તંત્ર દ્વારા જણાવાયું છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: રાષ્ટ્રીય ગીતનો ઇતિહાસ અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેના યોગદાનની માહિતી લોકો સુધી પહોંચાડાશે

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments