Bhavnagar Hooch Tragedy: ભાવનગર જિલ્લામાં સર્જાયેલા લઠ્ઠાકાંડને પગલે ચકચાર મચી ગઈ છે. ઝેરી દારૂ પીવાના કારણે અનેક લોકોની તબિયત લથડ્યા બાદ સારવાર દરમિયાન મોતનો આંકડો વધીને 6 થયો હોવાની માહિતી સામે આવી છે. મૃતકોમાં ડોક્ટર તરીકે ઓળખાતા નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ડોક્ટર તેમજ શિક્ષક હિતેશ પરમારનો પણ સમાવેશ થાય છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોક અને આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે.
Bhavnagar Hooch Tragedy: મૃતકોની ઓળખ સામે આવી

લઠ્ઠાકાંડમાં જીવ ગુમાવનારા લોકોમાં નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ડોક્ટર, ઉપેન્દ્રસિંહ ગોહિલ, કૌશિક મકવાણા, ઘનશ્યામ જાડેજા, કનકસિંહ ગોહિલ અને હિતેશ પરમારનો સમાવેશ થાય છે. હિતેશ પરમાર શિક્ષક તરીકે ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું છે, જ્યારે નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ડોક્ટર તરીકે ઓળખાતા હતા.
Bhavnagar Hooch Tragedy: ઝેરી દારૂકાંડથી ખળભળાટ

ઘટનાની જાણ થતાં તંત્ર અને પોલીસ તાત્કાલિક હરકતમાં આવ્યા હતા. અસરગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ ઝેરી દારૂ ક્યાંથી આવ્યો અને તેનું વિતરણ કેવી રીતે થયું તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. સમગ્ર પ્રકરણમાં જવાબદાર લોકો સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.
Bhavnagar Hooch Tragedy: જવાબદારો સામે કાર્યવાહીનો પડકાર

લઠ્ઠાકાંડ બાદ પોલીસ અને વહીવટી તંત્ર સામે સૌથી મોટો પડકાર ઝેરી દારૂના સ્ત્રોત સુધી પહોંચવાનો અને તેના વેચાણ-વિતરણ સાથે સંકળાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવાનો છે. ઘટનાને પગલે મૃતકોના પરિવારજનોમાં શોકની લાગણી છે. હવે તપાસમાં કયા નવા ખુલાસા થાય છે અને આ ઝેરી દારૂકાંડ પાછળનું નેટવર્ક કેટલું મોટું છે તેના પર સૌની નજર છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: કડક વર્તન અને આત્મહત્યા માટે ઉશ્કેરણી વચ્ચે ફરક: સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી

