AI to the Rescue: ભારતના ધાર્મિક સ્થળો અને પ્રસિદ્ધ મંદિરોમાં દર્શનાર્થે જતી વખતે જૂતા-ચંપલ ખોવાઈ જવા એ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. લાખો શ્રદ્ધાળુઓની ભીડમાં પોતાના સાચી જોડી શોધવી એ કોઈ લોઢાના ચણા ચાવવા સમાન છે. પરંતુ, તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક ઘટનાએ સાબિત કરી દીધું છે કે જો યોગ્ય ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે, તો મોટી મુશ્કેલી પણ મિનિટોમાં ઉકેલાઈ શકે છે.
AI to the Rescue: શું છે સમગ્ર ઘટના?

ગોવાના રહેવાસી શુભંગ બોરકર નામના યુવક ઉજ્જૈનના પ્રખ્યાત મહાકાલ મંદિરમાં દર્શન કરવા ગયા હતા. મંદિરના નિયમ મુજબ તેમણે બહાર પોતાના ચંપલ ઉતાર્યા હતા, પરંતુ જ્યારે તેઓ દર્શન કરીને પાછા ફર્યા ત્યારે સેંકડો અને હજારો ચંપલોના વિશાળ ઢગલામાંથી તેમના પોતાના ચંપલ ગાયબ હતા.
સામાન્ય રીતે લોકો આવા સમયે કલાકો સુધી ચંપલ શોધવામાં પરેશાન થાય છે, પરંતુ શુભંગે સમય બગાડવાને બદલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો અનોખો સહારો લીધો.
AI to the Rescue: AIએ કેવી રીતે કરી મદદ? (સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા)
શુભંગે પોતાની સૂઝબૂઝથી ChatGPT ની મદદથી ખોવાયેલા ચંપલ શોધી કાઢ્યા,
પહેલું પગલું (રેફરન્સ ફોટો): શુભંગે સૌથી પહેલા પોતાના એ ચંપલ અગાઉ પહેરેલા હોય તેવો એક જૂનો ફોટો ChatGPT સાથે શેર કર્યો અને AI ને તે ચંપલની ડિઝાઇન અને રંગ બરાબર ઓળખવા કહ્યું.


- બીજું પગલું (ચંપલના ઢગલાનો ફોટો): ત્યારબાદ, તેણે મંદિરની બહાર પડેલા ચંપલ અને જૂતાના વિશાળ ઢગલાના અલગ-અલગ ફોટા પાડીને AI ટૂલને મોકલ્યા.
- પરિણામ (ચોક્કસ લોકેશન): ChatGPTએ બંને ફોટાનું ઝીણું વિશ્લેષણ (Image Analysis) કરીને સેકન્ડોમાં જ ચંપલ કઈ જગ્યાએ પડ્યા છે તેની ચોક્કસ નિશાની બતાવી. શુભંગે એ જ જગ્યાએ તપાસ કરતા તેના ખોવાયેલા ચંપલ સુરક્ષિત મળી આવ્યા!

AI to the Rescue: સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ અને રમુજી પ્રતિક્રિયાઓ

આ અદ્ભુત ઘટનાનો વીડિયો શુભંગે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યો, જે જોતજોતામાં ઇન્ટરનેટ પર વાયરલ થઈ ગયો. આ વીડિયોને લાખો વ્યૂઝ અને હજારો લાઈક્સ મળી ચૂક્યા છે.
AI to the Rescue: નેટીઝન્સે આ ઘટના પર ખૂબ જ મજેદાર કોમેન્ટ્સ કરી છે:
- એક યુઝરે લખ્યું: “અમેરિકા અને યુરોપના લોકો AI પાછળ કરોડો ડૉલર ખર્ચી રહ્યા છે અને આપણે ભારતીયો તેનો આ અસલી દેશી કામ માટે ઉપયોગ કરી રહ્યા છીએ… ક્રેઝી!”
- બીજા એક યુઝરે મજાકમાં લખ્યું: “આ તો ટેક્નોલોજી અને શક્તિઓનો ખતરો અને દુરુપયોગ બંને છે!”
- અન્ય એક યુઝરે પોતાનો અનુભવ શેર કરતા લખ્યું: “આ સાચે જ કામ કરે છે, મેં પણ એકવાર બુક સ્ટોર પર જઈને ChatGPTને ફોટો મોકલીને એક સ્પેશિયલ બુક શોધવા કહ્યું હતું અને AIએ બરાબર એ જ બુક શોધી આપી હતી.”
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: આવતીકાલથી ગેસના બાટલા માટે ચૂકવવા પડશે વધુ ભાવ: આજે રાતે 12 વાગ્યા સુધીમાં ઘરે બેઠાં જ પૂર્ણ કરો e-KYC પ્રોસેસ

