HRITHIK-SABA SPLIT RUMORS: બોલિવૂડના ‘ગ્રીક ગોડ’ ગણાતા હૃતિક રોશન અને તેમની ગર્લફ્રેન્ડ સબા આઝાદના સંબંધોમાં તિરાડ પડી હોવાની અફવાઓએ જોર પકડ્યું છે. સોશિયલ મીડિયા પર એક ડેટિંગ એપ ‘રાયા’ પર હૃતિકના પ્રોફાઇલના કથિત સ્ક્રીનશોટ વાયરલ થતાં ચાહકોમાં આશ્ચર્ય અને ચર્ચાનો વિષય બન્યો છે. આ સ્ક્રીનશોટમાં તેમના પ્રોફાઇલ બાયોમાં ‘એક્ટર/પ્રોડ્યુસર/એન્ટરપ્રેન્યોર’ લખેલું જોવા મળે છે.

HRITHIK-SABA SPLIT RUMORS: ઉર્વશી રૌતેલાના દાવાથી અફવાઓને વેગ મળ્યો
આ અફવાઓને ત્યારે વધુ વેગ મળ્યો જ્યારે અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ તાજેતરમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન દાવો કર્યો હતો કે તેણે સેલિબ્રિટી ડેટિંગ એપ ‘રાયા’ પર હૃતિક રોશન અને આદિત્ય રોય કપૂરના પ્રોફાઇલ્સ જોયા હતા. જોકે ઉર્વશીનું નિવેદન સીધું હૃતિકના રિલેશનશિપ સ્ટેટસ સાથે જોડાયેલું નહોતું, પરંતુ ચાહકોએ તેને હૃતિક અને સબાના બ્રેકઅપના સંકેત તરીકે જોવાનું શરૂ કરી દીધું છે.

HRITHIK-SABA SPLIT RUMORS: કંગના રનૌતની જૂની ટિપ્પણી ફરી ચર્ચામાં
આ દરમિયાન હૃતિકની એક્સ-ગર્લફ્રેન્ડ કંગના રનૌતની એક જૂની સોશિયલ મીડિયા પોસ્ટ પણ વાયરલ થઈ રહી છે. થોડા સમય પહેલા હૃતિકે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પર કમેન્ટ કરી હતી, જેના જવાબમાં કંગનાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું હતું, “પ્રિય હૃતિક, મને ખુશી છે કે તમને સબા આઝાદના રૂપમાં તમારો પરફેક્ટ પાર્ટનર મળી ગયો છે. આવા સમયે કોઈ મહિલાને ચીડવવી કે મજાક ઉડાવવી તમને શોભતું નથી.” કંગનાના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર યુઝર્સ એવી ચર્ચાઓ કરી રહ્યા છે કે હૃતિક અને સબાના સંબંધને કંગનાની નજર લાગી ગઈ છે.


HRITHIK-SABA SPLIT RUMORS: હૃતિક અને સબાનું મૌન
તમામ અટકળો અને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી વાતો છતાં હૃતિક રોશન અને સબા આઝાદ બંનેમાંથી કોઈએ પણ આ મુદ્દે સત્તાવાર રીતે કોઈ પ્રતિક્રિયા આપી નથી. હૃતિક હંમેશા પોતાની અંગત જિંદગીને ખાનગી રાખવાનું પસંદ કરે છે અને આવા વિષયો પર મૌન રહેવાનું પસંદ કરે છે.

HRITHIK-SABA SPLIT RUMORS: હૃતિક-સબાના સંબંધોનો ભૂતકાળ
હૃતિક અને સબાના ડેટિંગની ચર્ચાઓ ફેબ્રુઆરી 2022માં શરૂ થઈ હતી, જ્યારે તેમને સૌપ્રથમ એક ડિનર ડેટ પર સાથે જોવામાં આવ્યા હતા. ત્યારથી સબા ઘણીવાર હૃતિકના પરિવાર અને વિવિધ સેલિબ્રિટી કાર્યક્રમોમાં સાથે જોવા મળી છે. ઉલ્લેખનીય છે કે હૃતિક અને સબા વચ્ચે 17 વર્ષનો વય તફાવત છે. હૃતિક અગાઉ સુઝેન ખાન સાથે લગ્નબંધનમાં હતા અને 2014માં તેઓ અલગ થયા હતા, જેમને બે પુત્રો રેહાન અને રિદાન છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

