HomeUncategorizedIndia Census 2026-2027: દેશની આગામી વસ્તી ગણતરીમાં પૂછાશે 40 મહત્વના પ્રશ્નો: પહેલીવાર...

India Census 2026-2027: દેશની આગામી વસ્તી ગણતરીમાં પૂછાશે 40 મહત્વના પ્રશ્નો: પહેલીવાર જાતિની વિગતો સાથે આધાર અને પાસપોર્ટની પણ માહિતી લેવાશે

India Census 2026-2027:  દેશમાં આગામી વસ્તી ગણતરી (Census) ને લઈને કેન્દ્ર સરકારે તૈયારીઓ તેજ કરી દીધી છે. સરકારે વસ્તી ગણતરી દરમિયાન પૂછવામાં આવનાર 40 પ્રશ્નોની વિસ્તૃત યાદી જાહેર કરી દીધી છે. આઝાદી પછી આ પ્રથમ વખત એવું બનવા જઈ રહ્યું છે કે વસ્તી ગણતરીમાં જાતિ સંબંધિત વિગતો પણ ખાસ પૂછવામાં આવશે. આ સાથે જ કોવિડ વેક્સિન લીધી છે કે નહીં, બેંક ખાતાઓની સંખ્યા, મોબાઇલ નંબર અને આધાર કાર્ડ જેવી બાબતો પણ આ યાદીમાં સામેલ કરવામાં આવી છે.

  • પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી: આ દેશની પહેલી ડિજિટલ વસ્તી ગણતરી હશે, જેમાં નાગરિકોને જાતે જ (Self-Enumeration) ઓનલાઈન માહિતી ભરવાનો પણ વિકલ્પ મળશે.
  • કુલ બજેટ: કેન્દ્ર સરકારે આ વસ્તી ગણતરી માટે રૂ. 11,718.24 કરોડના બજેટને મંજૂરી આપી છે.
  • ગોપનીયતા: વસ્તી ગણતરી અધિનિયમ, 1948 હેઠળ લોકો દ્વારા આપવામાં આવતી વ્યક્તિગત માહિતી સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે, જેને આરટીઆઈ (RTI) કે અદાલતમાં રજૂ કરી શકાશે નહીં.

India Census 2026-2027: વસ્તી ગણતરી ક્યારે અને કઈ રીતે યોજાશે?

India Census 2026-2027

સરકાર દ્વારા જાહેર કરાયેલ શેડ્યૂલ મુજબ વસ્તી ગણતરી બે મુખ્ય તબક્કામાં હાથ ધરવામાં આવશે:

  1. બરફવર્ષાવાળા વિસ્તારો: લદ્દાખ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના દુર્ગમ તથા બરફવાળા વિસ્તારોમાં વસ્તી ગણતરી ૧ થી ૩૦ સપ્ટેમ્બર વચ્ચે થશે. આ વિસ્તારોમાં બીજો તબક્કો પણ સપ્ટેમ્બર 2026માં જ પૂર્ણ કરાશે.
  2. પ્રથમ તબક્કો (હાઉસ લિસ્ટિંગ): દેશના બાકીના ભાગોમાં એપ્રિલથી સપ્ટેમ્બર 2026 દરમિયાન ઘરોની યાદી અને સુવિધાઓની માહિતી એકત્ર થશે. મુખ્ય ગણતરી શરૂ થવાના અગાઉ 17 થી 31 ઓગસ્ટ દરમિયાન સેલ્ફ-એન્યુમરેશનનો વિકલ્પ મળશે.
  3. બીજો તબક્કો (પોપ્યુલેશન એન્યુમરેશન): ફેબ્રુઆરી 2027માં દેશભરમાં નાગરિકોની સામાજિક, આર્થિક, શૈક્ષણિક અને જાતિગત વસ્તી ગણતરીનો મુખ્ય તબક્કો હાથ ધરાશે.

India Census 2026-2027:  40 પ્રશ્નોની યાદીમાં કઈ બાબતોનો સમાવેશ?

India Census 2026-2027

આ વસ્તી ગણતરીમાં સામાન્ય પરિચયથી લઈને ડિજિટલ અને દસ્તાવેજી માહિતી સુધીના કુલ 40 પ્રશ્નો પૂછવામાં આવશે:

  • વ્યક્તિગત અને પારિવારિક વિગતો: નામ, પરિવારના વડા સાથે સંબંધ, લિંગ, જન્મ તારીખ, ઉંમર, વૈવાહિક સ્થિતિ, જીવનસાથીનું નામ, રાષ્ટ્રીયતા, ધર્મ અને અનુસૂચિત જાતિ (SC) કે અનુસૂચિત જનજાતિ (ST) સંબંધિત વિગતો.
  • શિક્ષણ અને રોજગાર: સાક્ષરતા, ડિજિટલ સાક્ષરતા, શૈક્ષણિક લાયકાત, માતૃભાષા, છેલ્લા એક વર્ષમાં કરેલું કામ, વ્યવસાય, ઉદ્યોગનો પ્રકાર અને કામના સ્થળ સુધીની મુસાફરી.
  • સ્થળાંતર અને મહિલાઓ લગતી માહિતી: જન્મસ્થળ, અગાઉનું રહેઠાણ, સ્થળાંતરનું કારણ તેમજ મહિલાઓ માટે જીવિત બાળકોની સંખ્યા અને તાજેતરમાં જન્મેલા બાળકોની વિગતો.
  • આધુનિક દસ્તાવેજો અને અન્ય વિગતો:
    • કોવિડ-19 રસીકરણનું સ્થળ
    • બેંક ખાતાઓની કુલ સંખ્યા
    • મોબાઇલ નંબર (જો ઉપલબ્ધ હોય)
    • આધાર નંબર [Aadhaar Redacted] (જો ઉપલબ્ધ હોય)
    • વોટર આઈડી નંબર
    • ભારતીય પાસપોર્ટ નંબર
    • ડ્રાઇવિંગ લાઇસન્સની ઉપલબ્ધતા

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ડિજિટલ ક્રાંતિ કે વેપારીઓની નવી ચિંતા? બજારમાં રોકડનો અછતનો માહોલ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments