Severe Weather Disruptions: દેશભરમાં ચોમાસાએ ફરી એકવાર રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ઉત્તરાખંડથી લઈને રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશ સુધી ભારે વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમને કારણે આગામી ચાર દિવસ સુધી દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Severe Weather Disruptions: ઉત્તરાખંડના ચમોલીમાં મોટી દુર્ઘટના: ટનલમાં પાણી ભરાતા 18 મજૂરો ફસાયા
ઉત્તરાખંડના ચમોલીમાં ભારે વરસાદ વચ્ચે એક ટનલમાં અચાનક પાણી ભરાઈ જવાથી હાહાકાર મચી ગયો છે. ટનલની અંદર કામ કરી રહેલા 18 મજૂરો ફસાયા હતા, જેમાંથી રાહત અને બચાવ કામગીરી હાથ ધરીને 7 મજૂરોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે. અન્ય મજૂરોને રેસ્ક્યુ કરવા માટે યુદ્ધના ધોરણે ઓપરેશન ચાલુ છે. બીજી તરફ, દેહરાદૂન-મસૂરી માર્ગ પર લેન્ડસ્લાઈડના કારણે ૧૦ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે અને રાજ્યના 9 જિલ્લામાં કુલ 67 રસ્તાઓ બંધ છે.




Severe Weather Disruptions: કાશીમાં ગંગાના પાણી ઘાટની સીડીઓ સુધી પહોંચ્યા, અંતિમ સંસ્કાર માટે લાંબી રાહ
ઉત્તર પ્રદેશના બનારસ (વારાણસી)માં પવિત્ર ગંગા નદીના જળસ્તરમાં વધારો થતાં ઘાટોની સીડીઓ ડૂબી ગઈ છે. પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે હરિશ્ચંદ્ર ઘાટ પર શવદાહ સ્થળ પાણીમાં ડૂબી જવાથી હવે ઘાટની ઉપરની સીડીઓ પર લાકડા ગોઠવીને ચિતાઓ સળગાવવી પડી રહી છે. અંતિમ સંસ્કાર માટે શોકાતુર પરિવારજનોને 2 થી 3 કલાક સુધી રાહ જોવી પડી રહી છે. આ ઉપરાંત ઉન્નાવમાં પણ રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે હોડી ચલાવવી પડી હતી.

Severe Weather Disruptions: વિવિધ રાજ્યોમાં વરસાદનો કહેર:
- હિમાચલ પ્રદેશ: રાજગઢમાં ભારે વરસાદને કારણે ત્રણ માળનું મકાન ધરાશાયી થતાં ઘરની અંદર સૂતેલી માતા અને પુત્રીનું કાટમાળ નીચે દબાઈ જવાથી કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે બે બાળકો ગંભીર રીતે ઘાયલ થયા છે. રાજ્યમાં ભૂસ્ખલનને કારણે 200થી વધુ રસ્તાઓ બંધ છે. શિમલાના શંકરાલા વિસ્તારમાં પહાડી સતત ખસી રહી છે, જેના કારણે 100 થી 150 ઘરો પર જોખમ તોળાઈ રહ્યું છે.
- રાજસ્થાન: જયપુરમાં વરસાદી પાણીથી ભરેલા મોટા ખાડામાં એક બસ બેકાબૂ બનીને પલટી ગઈ, જેમાં 10થી વધુ લોકો ઘાયલ થયા છે. ગંગાપુર સિટીમાં વિદ્યાર્થીઓથી ભરેલી સ્કૂલ બસ પણ ખાડામાં ફસાતાં મોટી દુર્ઘટના ટળી હતી, સમયસર બાળકોને સુરક્ષિત ઉતારી લેવાયા હતા. ધોલપુરમાં ચંબલ નદી ભયજનક સપાટી પર વહી રહી છે.
- બિહાર અને મધ્યપ્રદેશ: હવામાન વિભાગે બિહારના 15 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે અને આકાશી વીજળી પડવા અંગે વિશેષ ચેતવણી આપી છે. મધ્યપ્રદેશના પૂર્વીય ભાગો જેવા કે જબલપુર, રીવા અને શહડોલ સંભાગમાં આગામી 3 દિવસ માટે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
- ગુજરાત: પાલનપુર અને અંબાજી હાઇવે પર ભારે વરસાદના પગલે એક ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું, જેને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને ટ્રાફિક જામ સર્જાયો હતો.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

