HomeGujaratKalol Minor Rape-Death Case:કલોલ સગીરા દુષ્કર્મ-મોત કેસમાં ચોંકાવનારા ખુલાસા: આરોપીએ લોહીવાળા કપડાં...

Kalol Minor Rape-Death Case:કલોલ સગીરા દુષ્કર્મ-મોત કેસમાં ચોંકાવનારા ખુલાસા: આરોપીએ લોહીવાળા કપડાં નદીમાં ફેંક્યાનો દાવો, હોટેલમાં ઉંમર છુપાવવા રૂ.700 આપ્યા

Kalol Minor Rape-Death Case:કલોલ તાલુકાની 17 વર્ષ અને 10 મહિનાની સગીરા સાથે દુષ્કર્મ બાદ સારવાર દરમિયાન થયેલા મોતના કેસમાં પોલીસ તપાસ દરમિયાન અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. પેથાપુર પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી 22 વર્ષીય આરોપી દિશાંતની ધરપકડ કરી છે. આરોપીના રિમાન્ડ દરમિયાન પોલીસને ઘટનાક્રમ અને પુરાવા નષ્ટ કરવાના પ્રયાસ અંગે મહત્વની માહિતી મળી હોવાનું સામે આવ્યું છે.

પોલીસ તપાસ મુજબ, 6 ઓગસ્ટે સગીરા કોલેજમાંથી છૂટ્યા બાદ સરખેજ ખાતે તેના માસીના ઘરે જવાની હતી. આ દરમિયાન આરોપી તેના મિત્રનું એક્ટિવા લઈને કોલેજ બહાર પહોંચ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે, આરોપી સગીરાને પોતાની સાથે લઈ સેક્ટર-16 વિસ્તારમાં આવેલી કેપિટલ ગેસ્ટ હાઉસ કમ હોટેલમાં ગયો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, હોટેલમાં રૂમ મેળવતી વખતે આરોપીએ સગીરાની ઉંમર છુપાવી હતી. રિસેપ્શન પર રૂ.700 આપીને સગીરાની ઉંમર અંગેના જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરાવવામાં આવી ન હોવાનો આક્ષેપ છે. આ મામલે ગેસ્ટ હાઉસ સંચાલકની ભૂમિકા પણ પોલીસ તપાસ હેઠળ છે.

Kalol Minor Rape-Death Case:

ઘટના બાદ સગીરાની તબિયત બગડતાં આરોપી તેને ડિવાઇન હોસ્પિટલમાં લઈ ગયો હતો. અહીં પણ સગીરાની ઉંમર 19 વર્ષ હોવાનું જણાવાયું હોવાનો પોલીસનો દાવો છે. ત્યારબાદ તેની સ્થિતિ ગંભીર બનતાં તેને અન્ય હોસ્પિટલોમાં ખસેડવામાં આવી હતી. આખરે 7 ઓગસ્ટની મધરાત બાદ સારવાર દરમિયાન સગીરાનું મોત થયું હતું.

Kalol Minor Rape-Death Case:પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ?

પેથાપુર પોલીસના જણાવ્યા મુજબ, આરોપી પૂછપરછ દરમિયાન પોતાના કપડાં પર લોહીના ડાઘ પડ્યા હોવાનું અને તેણે રસ્તામાં કપડાં બદલીને સાબરમતી નદીમાં ફેંકી દીધા હોવાનું જણાવી રહ્યો છે. હવે પોલીસ કપડાં કયા સ્થળે ફેંકવામાં આવ્યા તેની તપાસ કરી રહી છે. ઉપરાંત એક્ટિવા સહિત અન્ય મુદ્દામાલની પણ રિકવરી માટે તપાસ ચાલી રહી છે.

પોલીસે ડિવાઇન હોસ્પિટલમાંથી સગીરાના કપડાં તથા CCTV ફૂટેજ કબજે કર્યા છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, ડિવાઇન અને પગરવ હોસ્પિટલના સત્તાધીશોના નિવેદન હજુ બાકી છે. સારવાર દરમિયાન કોઈ પ્રકારની બેદરકારી કે કાયદાકીય પ્રક્રિયાનું ઉલ્લંઘન થયું હોવાનું જણાશે તો હોસ્પિટલો સામે પણ કાર્યવાહી થઈ શકે છે.

Kalol Minor Rape-Death Case:આરોપીના પિતાની ભૂમિકાની પણ તપાસ

Kalol Minor Rape-Death Case:

પોલીસ હવે આરોપીના પિતા ભરત શર્માની ભૂમિકાની પણ તપાસ કરી રહી છે. તપાસમાં પિતાએ ઘટનાની જાણ થયા બાદ શું પગલાં લીધાં અને સગીરાને હોસ્પિટલમાં દાખલ કરાવતી વખતે કઈ માહિતી આપવામાં આવી હતી તે મુદ્દાઓ પણ તપાસના કેન્દ્રમાં છે.

ગાંધીનગરના SP રવિ તેજા વાસમ શેટ્ટીએ જણાવ્યું છે કે સગીરાના પરિવારજનોએ રજૂઆત કરી છે કે તપાસ દરમિયાન પરિવારની વધુ બદનામી ન થાય તેની ખાસ કાળજી રાખવામાં આવે. પોલીસ તમામ પાસાઓની તપાસ કરી રહી છે.

Kalol Minor Rape-Death Case:હોસ્પિટલ અને ગેસ્ટ હાઉસની ભૂમિકા પણ તપાસ હેઠળ

Kalol Minor Rape-Death Case:

પોલીસના જણાવ્યા પ્રમાણે, ગેસ્ટ હાઉસમાં સગીરાની ઉંમરની ખરાઈ માટે જરૂરી દસ્તાવેજો લેવામાં આવ્યા હતા કે નહીં અને સમગ્ર પ્રક્રિયામાં કોઈ બેદરકારી થઈ હતી કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત બંને હોસ્પિટલોમાં સારવાર દરમિયાન કાયદાકીય રીતે જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી કે નહીં તેની પણ તપાસ થશે.

હાલ પોલીસે આરોપીની પૂછપરછ દરમિયાન મળેલી માહિતીના આધારે પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી તેજ કરી છે. કપડાં, CCTV, વાહન, હોસ્પિટલના દસ્તાવેજો અને અન્ય પુરાવાઓના આધારે સમગ્ર ઘટનાક્રમ સ્પષ્ટ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. કેસમાં ગેસ્ટ હાઉસ સંચાલક, હોસ્પિટલના જવાબદાર લોકો અને આરોપીના પરિવારની ભૂમિકા અંગે તપાસ પૂર્ણ થયા બાદ આગળની કાર્યવાહી થવાની શક્યતા છે.

આ પણ વાંચો :૨૬/૧૧ મુંબઈ હુમલાનો માસ્ટરમાઇન્ડ અને લશ્કર આતંકી અબ્દુલ-અઝીઝ પાકિસ્તાનમાં રહસ્યમય રીતે ઠાર

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments