HomeVadodaraMassive Drug Bust in Vadodara: હરણી પોલીસે 41 લાખના MD ડ્રગ્સ સાથે...

Massive Drug Bust in Vadodara: હરણી પોલીસે 41 લાખના MD ડ્રગ્સ સાથે દંપતીને ઝડપ્યું, પત્નીએ છાતી પર બાંધ્યા હતા ડ્રગ્સના પેકેટ

Massive Drug Bust in Vadodara: વડોદરા શહેરમાં નશાના કારોબાર સામે પોલીસે લાલ આંખ કરી છે, જેમાં હરણી પોલીસ સ્ટેશનની ટીમે બાતમીના આધારે મોટી સફળતા મેળવી છે. મધ્યપ્રદેશથી સ્કોર્પિયો કારમાં હાઈપ્રોફાઈલ MD ડ્રગ્સ (મેફેડ્રોન) લઈને વડોદરા ડિલિવરી આપવા આવી રહેલા એક દંપતીને પોલીસે ઝડપી પાડ્યું છે. આ દંપતી પાસેથી અંદાજે રૂ. 41 લાખની કિંમતનો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

Massive Drug Bust in Vadodara
Massive Drug Bust in Vadodara

Massive Drug Bust in Vadodara: કેવી રીતે ઝડપાયું દંપતી?

Massive Drug Bust in Vadodara

પ્રાપ્ત વિગતો અનુસાર, મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લાના સીતામઉ ગામમાં રહેતા ઐયુબખાન જમાનખાન અને તેની પત્ની નાઝમીન સ્કોર્પિયો કારમાં સવાર થઈને વડોદરા ડ્રગ્સ પહોંચાડવા નીકળ્યા હતા. આ દંપતી મંદસૌરના જાફર નામના શખ્સ પાસેથી રૂ. 7 લાખમાં આ 1 કિલો 396 ગ્રામ 710 મિલી ગ્રામ MD ડ્રગ્સ લાવ્યું હતું. વડોદરા ખાતે અમદાવાદના રવિ નામના વ્યક્તિને આ ડ્રગ્સની ડિલિવરી સોંપવાની હતી, અને રવિ ડ્રગ્સ લેવા માટે વડોદરા આવવાનો હતો તેવું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

Massive Drug Bust in Vadodara

Massive Drug Bust in Vadodara: પોલીસથી બચવા પત્નીએ છાતી પર બાંધ્યા હતા પેકેટ:

Massive Drug Bust in Vadodara

 પોલીસ ચેકિંગ કે શંકાથી બચવા માટે આરોપીઓએ અનોખો કીમિયો અપનાવ્યો હતો. આરોપી મહિલા નાઝમીને ડ્રગ્સના પેકેટ પોતાની છાતી ઉપર બાંધી દીધા હતા જેથી કોઈને જલ્દીથી ખબર ન પડે. જોકે, હરણી પોલીસની સતર્કતાના કારણે આ સમગ્ર કાવતરાનો પર્દાફાશ થઈ ગયો હતો.

Massive Drug Bust in Vadodara

કુલ રૂ. 57.19 લાખનો મુદ્દામાલ જપ્ત: હરણી પોલીસે ડ્રગ્સનો જથ્થો, સ્કોર્પિયો કાર અને અન્ય સાધનસામગ્રી સહિત કુલ રૂપિયા 57,19,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે દંપતી સામે NDPS એક્ટ (Narco-tic Drugs and Psychotropic Substances Act) હેઠળ સત્તાવાર ગુનો દાખલ કર્યો છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: સાવલીના આસોજ ગામે પંચાયતના પાણી પુરવઠા વિભાગ પાસે શોર્ટ સર્કિટથી આગ, મોટી દુર્ઘટના ટળી

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments