HomeGujaratChaos in Vadodara: સાવલીના ગોઠડા ગામે વીજ ચેકિંગ ટીમ પર હુમલો: મહિલા...

Chaos in Vadodara: સાવલીના ગોઠડા ગામે વીજ ચેકિંગ ટીમ પર હુમલો: મહિલા કર્મચારી અને અધિકારી સાથે મારામારી, પત્રકાર હોવાની ઓળખ આપી ધમાલ

Chaos in Vadodara: વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ગોઠડા ગામે વીજ ચોરીની તપાસ કરવા ગયેલી એમજીવીસીએલ (MGVCL) ની ટીમ પર હુમલો થયાની ગંભીર ઘટના સામે આવી છે. વીજ ચેકિંગ દરમિયાન એક શખ્સે પોતાની ઓળખ પત્રકાર તરીકે આપીને વીજ વિભાગના અધિકારીઓ અને મહિલા કર્મચારી સાથે ઉગ્ર બોલાચાલી કરી હુમલો અને મારામારી કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે સ્થાનિક વિસ્તાર અને વીજ વિભાગમાં ભારે ચકચાર મચી ગઈ છે.

Chaos in Vadodara: શું હતી ઘટના?

Chaos in Vadodara

પ્રાપ્ત વિગતો અનુસાર, એમજીવીસીએલની ટીમ ગોઠડા ગામે વીજ ચોરી અટકાવવા અને ચેકિંગ કરવા માટે ગઈ હતી. ટીમ દ્વારા નિયમ મુજબ વિવિધ સ્થળોએ વીજ જોડાણો અને મીટરોની ચકાસણી કરવામાં આવી રહી હતી. આ કામગીરી દરમિયાન એક વ્યક્તિએ વીજ વિભાગની ટીમ સાથે અચાનક બોલાચાલી શરૂ કરી દીધી હતી. વાતચીત ઉગ્ર બનતા મામલો મારામારી સુધી પહોંચ્યો હતો.

Chaos in Vadodara

આક્ષેપ છે કે પોતાને પત્રકાર તરીકે ઓળખાવતી આ વ્યક્તિએ ફરજ પર હાજર વીજ વિભાગની મહિલા કર્મચારી તેમજ અન્ય અધિકારી પર હુમલો કર્યો હતો. અચાનક બનેલી આ ઘટનાથી ચેકિંગ કામગીરી કરી રહેલી ટીમમાં દોડધામ અને અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. બનાવની ગંભીરતા જોતા વીજ વિભાગના અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

Chaos in Vadodara: પોલીસ મથકે કાર્યવાહી શરૂ:

Chaos in Vadodara

 સરકારી ફરજમાં રૂબરૂ અડચણ અને કર્મચારીઓ પર હુમલાની આ ઘટના બાદ વીજ વિભાગના રોષે ભરાયેલા અધિકારીઓ સાવલી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસ સમક્ષ સમગ્ર ઘટનાની વિગતો રજૂ કરીને કાયદેસરની સખત કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

Chaos in Vadodara

વીજ ચોરી જેવી ગેરરીતિઓ અટકાવવા માટે એમજીવીસીએલ દ્વારા અવારનવાર ચેકિંગ ઝુંબેશ ચલાવવામાં આવે છે. પરંતુ આ પ્રકારે સરકારી ફરજ બજાવતા કર્મચારીઓ પર હુમલા થવાથી કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલ પોલીસે આ માมલે ફરિયાદ નોંધવાની અને આગળની તપાસ હાથ ધરવાની તજવીજ શરૂ કરી છે. પોલીસ દ્વારા ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ, સાક્ષીઓના નિવેદનો અને અન્ય પુરાવાઓના આધારે કાયદેસરના પગલાં લેવામાં આવશે.

વધુ સમાચાર વાંચવા માટે નહીં ક્લિક કરો:સુરેન્દ્રનગરમાં RR સેલનો દરોડો: કોન્સ્ટેબલના ઘરેથી ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગનો પર્દાફાશ, 10 લેપટોપ અને 7 મોબાઇલ જપ્ત

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments