HomeGujaratIllegal Arms Seized in Rajkot: ક્રાઈમ બ્રાન્ચે ગેરકાયદેસર હથિયારો સાથે બે શખ્સોને...

Illegal Arms Seized in Rajkot: ક્રાઈમ બ્રાન્ચે ગેરકાયદેસર હથિયારો સાથે બે શખ્સોને ઝડપ્યા; ૨ પિસ્તોલ અને કાર્તૂસ જપ્ત

Illegal Arms Seized in Rajkot: રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે કાર્યવાહી કરીને ગેરકાયદેસર હથિયારો સાથે બે કુખ્યાત શખ્સોની ધરપકડ કરી છે. પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી હથિયારો અને કારતૂસ સહિત કુલ ₹૭૧,૪૦૦ નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Illegal Arms Seized in Rajkot: ઘટનાની મુખ્ય વિગતો

Illegal Arms Seized in Rajkot
  • આરોપી ૧: રહીમ ઉર્ફે જામનગરી સિદ્દીકભાઈ સાંધ – જેની પાસેથી ૨ હથિયાર અને ૬ જીવતા કારતૂસ મળી આવ્યા છે.
  • આરોપી ૨: વસીમ ઉર્ફે શાહબાઝ હબીબભાઈ કુરેશી – જેની પાસેથી ૧ દેશી પિસ્તોલ અને ૨ જીવતા કારતૂસ ઝડપાયા છે.
  • અગાઉનો ગુનાહિત ઇતિહાસ: પકડાયેલા બંને આરોપીઓ સામે અગાઉ પણ આર્મ્સ એક્ટ અને મારામારી જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.
  • જપ્ત કરાયેલ મુદ્દામાલ: પોલીસે કુલ ૩ હથિયાર, ૮ જીવતા કારતૂસ અને મોબાઈલ ફોન સહિત કુલ ₹૭૧,૪૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે.

Illegal Arms Seized in Rajkot: પોલીસ નિવેદન અને આગળની તપાસ

Illegal Arms Seized in Rajkot

આ મામલે ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બંને આરોપીઓ સામે આર્મ્સ એક્ટ (Arms Act) હેઠળ ગુનો નોંધીને તેઓ આ હથિયારો ક્યાંથી લાવ્યા હતા અને કયા હેતુસર ઉપયોગ કરવાના હતા તે અંગે સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ભારે વરસાદ અને પૂરની સ્થિતિ વચ્ચે વડોદરા રેન્જ આઈજી સંદીપ સિંહે રાજપીપળાની મુલાકાત લીધી; રાહત-બચાવ કામગીરીની સમીક્ષા

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments