Heavy Rains Ravage Gujarat: ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા ધોધમાર અને અનરાધાર વરસાદે રાજ્યભરમાં ભારે તારાજી સર્જી છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જેના કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

Heavy Rains Ravage Gujarat: મેઘરાજાની બેફામ બેટિંગ: ક્યાં કેટલો પડ્યો વરસાદ?
તારીખ ૨૩ જુલાઈએ રાજ્યના ૨૦૦થી વધુ તાલુકાઓમાં મેઘો ખાબક્યો હતો, જેમાં રેકોર્ડબ્રેક વરસાદ નોંધાયો છે:
- સૌથી વધુ વરસાદ: નવસારીના ચિખલી અને અમદાવાદના ધોળકામાં ૧૮-૧૮ ઇંચ વરસાદ નોંધાયો છે.
- ખેરગામ અને મહેમદાવાદ: ૧૭-૧૭ ઇંચ વરસાદ ખાબક્યો છે.
- અન્ય વિસ્તારો: ઉમરપાડા, વાસંદા, માતર, દસક્રોઈ અને વલસાડ સહિતના ૧૭ તાલુકાઓમાં ૧૧ થી ૧૬ ઇંચ તેમજ ૧૧૦ તાલુકાઓમાં ૧ થી ૧૦ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે.

Heavy Rains Ravage Gujarat: અમદાવાદમાં વહેલી સવારથી જળબંબાકાર: ૮ અંડરબ્રિજ હજુ પણ બંધ
અમદાવાદ શહેરમાં ૨૪ જુલાઈએ વહેલી સવારે ૫ વાગ્યાથી જ સાર્વત્રિક ધોધમાર વરસાદ શરૂ થયો હતો:
- વરસાદના આંકડા: ચાંદખેડામાં સૌથી વધુ ૨ ઇંચ તેમજ ગોતા, મેમ્કો, નરોડા અને એરપોર્ટ વિસ્તારમાં ૧.૫ ઇંચ વરસાદ નોંધાયો છે.
- મુશ્કેલીઓ: ત્રાગડ રોડ, આઈઓસી (IOC) રોડ અને ડીકેબીન રોડ પાણીમાં ગરકાવ થયા છે. શેલા વિસ્તારની આકાશ રેસિડેન્સીના પાર્કિંગમાં વાહનો પાણીમાં ડૂબી ગયા છે, જ્યારે નિકોલની મધુમાલતી આવાસ યોજનામાં પાણી ભરાતા ૧૦૦૦થી વધુ રહીશો મુશ્કેલીમાં મુકાયા છે.
- અંડરબ્રિજની સ્થિતિ: ભારે પાણી ભરાવાને કારણે અગાઉ બંધ કરાયેલા ૧૭માંથી ૯ અંડરબ્રિજ ખોલી દેવાયા છે, પરંતુ મકરબા, પરિમલ, અખબારનગર, મણિનગર દક્ષિણી, કાળીગામ, ચાંદલોડિયા, રાણીપ જીએસટી (GST) અને ચાંદખેડા સહિતના ૮ અંડરબ્રિજ હજુ પણ વાહનવ્યવહાર માટે બંધ છે.
- બચાવ કામગીરી: ખોખરા જાડેજા કોર્નર પાસે ભરાયેલા પાણીમાં ફસાયેલી બસમાંથી મણિનગર ફાયર ટીમે ૫૫ લોકોનો સહીસલામત બચાવ કર્યો હતો.

Heavy Rains Ravage Gujarat: દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિ અને રાહત-બચાવ કામગીરી
દક્ષિણ ગુજરાતમાં નદીઓ બે કાંઠે વહેતી થતાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે:
- સ્થળાંતર: અત્યાર સુધીમાં અંદાજે ૩૮ હજાર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. નવસારીમાં ૧૦ હજાર, વલસાડમાં ૧૨ હજાર લોકોનું સ્થળાંતર કરાયું છે. સુરતમાં પણ મોટા પ્રમાણમાં લોકોને આશ્રયસ્થાનોમાં ખસેડાયા છે. નવસારીનો ૪૦% વિસ્તાર જળમગ્ન બનતા પૂરગ્રસ્તો માટે ખાસ રસોડાં ધમધમતા થયા છે.
- તંત્ર સજ્જ: સુરત અને વલસાડમાં NDRF અને SDRFની ટીમો તૈનાત છે. ઓડિશાથી વધુ ૪ ટીમો (૨ વલસાડ, ૧ સુરત) બોલાવાઈ છે અને આર્મીની ૨ કોલમ પણ તૈનાત કરવામાં આવી છે. વલસાડ ખાતે રાહત અને બચાવ કામગીરી માટે ૨૫ બોટ રવાના કરવામાં આવી છે.
- વીજ પુરવઠો ખોરવાયો: ૩૫થી વધુ સ્થળોએ સબ-સ્ટેશનમાં ખામી સર્જાતા અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો છે.
Heavy Rains Ravage Gujarat: હવામાન વિભાગની ચેતવણી: આજે ૩ જિલ્લામાં ‘રેડ એલર્ટ’
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે ૨૪ જુલાઈએ ભારેથી અતિ ભારે વરસાદનું જોખમ યથાવત છે:
- રેડ એલર્ટ: મધ્ય ગુજરાતના પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લામાં અત્યંત ભારે વરસાદની સંભાવનાને પગલે ‘રેડ એલર્ટ’ જાહેર કરાયું છે.
- ઓરેન્જ અને યલો એલર્ટ: ૧૩ જિલ્લાઓમાં ‘ઓરેન્જ એલર્ટ’ અને ૧૦ જિલ્લાઓમાં ‘યલો એલર્ટ’ આપવામાં આવ્યું છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




