Tech-Savvy Policing: સુરત શહેરની પુણા પોલીસે ટેકનોલોજીનો અસરકારક ઉપયોગ કરીને વાહનચોરીના એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ‘પોકેટ કોપ એપ’ (Pocket Cop App) ની મદદથી પિતા અને સગીર પુત્રની ધરપકડ કરી છે, જેઓ પાસેથી અંદાજે ₹9.70 લાખ ની કિંમતના કુલ 28 ચોરાઉ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે.
Tech-Savvy Policing: કેવી રીતે પકડાયા આરોપીઓ?
પોલીસના જણાવ્યા અનુસાર, પુણા વિસ્તારમાં લેન્ડમાર્ક ચાર રસ્તા પાસે પોલીસ દ્વારા રૂટિન વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન એક શંકાસ્પદ એક્ટિવા (નંબર GJ-05-NS-1157) પર જઈ રહેલા શખ્સોને અટકાવવામાં આવ્યા હતા. પોલીસે જ્યારે આ વાહનનો નંબર ‘પોકેટ કોપ એપ’માં સર્ચ કર્યો, ત્યારે તે વાહન પુણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનાનું હોવાનું બહાર આવ્યું હતું.
Tech-Savvy Policing: પિતા-પુત્રની મોડસ ઓપરેન્ડી

પોલીસે અટકાયત કરેલા આરોપીની ઓળખ રાહુલ અજય મોદી તરીકે થઈ છે, જે મૂળ ગંગાધરા, પલસાણા વિસ્તારમાં રહે છે. તેની સાથે તેનો સગીર પુત્ર પણ આ ગુનામાં સામેલ હોવાનું બહાર આવ્યું છે.
- માસ્ટર ચાવીનો ઉપયોગ: પિતા-પુત્રની જોડી માસ્ટર ચાવી બનાવવામાં માહિર હતી.
- નિશાન: તેઓ ખાસ કરીને એવા વાહનોને નિશાન બનાવતા હતા જેના લોક ખરાબ હોય અથવા જેનું હેન્ડલ લોક ન માર્યું હોય.
- ગુનાખોરીનું કાર્યક્ષેત્ર: પૂછપરછમાં સામે આવ્યું છે કે તેઓએ માત્ર સુરત શહેરમાંથી જ નહીં, પરંતુ સુરત ગ્રામ્ય અને અન્ય જિલ્લાઓમાંથી પણ આ વાહનોની ચોરી કરી હતી.
Tech-Savvy Policing: પોલીસ અધિકારીનું નિવેદન

આ સમગ્ર કાર્યવાહી અંગે માહિતી આપતા ડીસીપી આલોક કુમાર એ જણાવ્યું હતું કે, “પોકેટ કોપ એપના માધ્યમથી અમને આ મોટી સફળતા મળી છે. પિતા અને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર પાસેથી 28 જેટલા ટુ-વ્હીલર્સ કબજે કરવામાં આવ્યા છે. આરોપીઓની વધુ પૂછપરછ ચાલુ છે જેથી અન્ય કોઈ ગુનાઓ ઉકેલી શકાય.”
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કારો: TSDF સાઈટના પ્રદૂષણ સામે 29 ગામના લોકોનો આક્રોશ, GPCB કચેરીએ પહોંચી નોંધાવ્યો વિરોધ




