Tech Revolution: આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન વાપરતા દરેક યુઝર માટે એક મોટી સમસ્યા ‘સ્ટોરેજ ફુલ’ (Storage Full) થવાની છે. હાઈ-ક્વોલિટી ફોટા, 4K વીડિયો અને હેવી એપ્સના કારણે ફોનની મેમરી ખૂબ જ ઝડપથી ભરાઈ જાય છે. આ ચિંતા વચ્ચે સ્માર્ટફોન યુઝર્સ માટે એક ખુશીના સમાચાર આવ્યા છે. હવે જો તમારા સ્માર્ટફોનમાં માઇક્રોએસડી (microSD) કાર્ડ સ્લોટ ન હોય, તો પણ તમે ફોનની સ્ટોરેજ સરળતાથી વધારી શકો છો. એક નવી ટેકનોલોજીની મદદથી ફોનની સ્ટોરેજમાં ૨ ટેરાબાઇટ (2 TB) સુધીનો ધરખમ વધારો કરવો શક્ય બન્યો છે.
Tech Revolution: ફ્લેગશિપ ફોન્સમાંથી કેમ ગાયબ થયો મેમરી કાર્ડ સ્લોટ?
છેલ્લા થોડા વર્ષોમાં એપલ (Apple), સેમસંગ (Samsung) અને ગૂગલ જેવી અગ્રણી કંપનીઓએ તેમના પ્રીમિયમ અને ફ્લેગશિપ સ્માર્ટફોન્સમાંથી માઇક્રોએસડી કાર્ડ સ્લોટ આપવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું છે. જો કે કંપનીઓએ હવે બેઝિક સ્ટોરેજ વેરિઅન્ટ ૧૨૮ જીબીથી વધારીને ૨૫૬ જીબી કર્યું છે, તેમ છતાં માર્કેટમાં હજુ પણ ૧૨૮ જીબી વાળા કરોડો સ્માર્ટફોન એક્ટિવ છે.
મેમરી કાર્ડ સ્લોટ ન હોવાને કારણે યુઝર્સ પાસે માત્ર બે જ રસ્તા બચતા હતા: કાં તો કિંમતી ફાઇલો અને ફોટા ડિલીટ કરવા અથવા દર મહિને પૈસા ચૂકવીને ‘ક્લાઉડ સ્ટોરેજ’ (Cloud Storage) ખરીદવું. પરંતુ હવે આ નવી ટેકનોલોજીએ યુઝર્સને આ માથાકૂટમાંથી મુક્તિ અપાવી દીધી છે.
Tech Revolution: કેવી રીતે કામ કરે છે આ નવી ટેકનોલોજી?
સ્માર્ટફોનમાં માઇક્રોએસડી કાર્ડ વગર સ્ટોરેજ વધારવા માટે હવે USB-C પોર્ટ અને MagSafe અથવા Qi2 કનેક્ટિવિટી (મેગ્નેટિક ટેકનોલોજી) નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
આ રીતે વધશે સ્ટોરેજ: બજારમાં હવે ખાસ પ્રકારના મેગ્નેટિક એક્સટર્નલ SSD એનક્લોઝર (Magnetic External SSD Enclosure) ઉપલબ્ધ થયા છે. આ નાનકડું ડિવાઇસ આઇફોનના MagSafe અથવા Qi2 સપોર્ટેડ એન્ડ્રોઇડ ફોનની પાછળ ચુંબકની જેમ ચોંટી જાય છે અને તેની નાની કેબલ ફોનના USB-C પોર્ટ સાથે કનેક્ટ થાય છે.
Tech Revolution: આ નવી રીતના મુખ્ય ફાયદાઓ:
- ૨ TB સુધીની સ્ટોરેજ: આ મેગ્નેટિક ડિવાઇસની મદદથી તમે તમારા ફોનમાં સીધી ૨ ટેરાબાઇટ (લગભગ ૨૦૦૦ GB) સુધીની એક્સ્ટ્રા સ્પેસ ઉમેરી શકો છો.
- સુપરફાસ્ટ સ્પીડ: સામાન્ય મેમરી કાર્ડની સરખામણીએ SSD ની ડેટા ટ્રાન્સફર સ્પીડ ઘણી વધારે હોય છે, જેથી મોટી ફાઇલો સેકન્ડોમાં ટ્રાન્સફર થઈ જાય છે.
- ડાયરેક્ટ રેકોર્ડિંગ: આઇફોન યુઝર્સ હવે ફોનની મેમરી ભરાયા વગર સીધો જ હાઈ-રેઝોલ્યુશન વીડિયો આ એક્સટર્નલ સ્ટોરેજમાં શૂટ અને સેવ કરી શકે છે.
- કોઈ ક્લાઉડ સબ્સ્ક્રિપ્શન નહીં: આ વન-ટાઇમ ઇન્વેસ્ટમેન્ટ છે, જેથી યુઝર્સે દર મહિને ક્લાઉડ સ્ટોરેજ માટે ભાડું ચૂકવવું નહીં પડે.
જો તમે પણ ફોનની ઓછી સ્ટોરેજથી પરેશાન છો અને નવો મોંઘો ફોન ખરીદવા નથી માંગતા, તો આ મેગ્નેટિક SSD ટેકનોલોજી તમારા માટે એક ‘ગેમ ચેન્જર’ સાબિત થઈ શકે છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો
મુંબઈ-પુણે એક્સપ્રેસવે અને રેલ રૂટ ઠપ્પ, ૨૦ ટ્રેનો રદ; શાળાઓમાં રજા અને અકસ્માતોમાં મોત




