HomeGandhinagarGANDHINAGAR SHOCKER: ગાંધીનગર SG હાઇવે પર મોડી રાત્રે કાળજું કંપાવનારો અકસ્માત, નશામાં...

GANDHINAGAR SHOCKER: ગાંધીનગર SG હાઇવે પર મોડી રાત્રે કાળજું કંપાવનારો અકસ્માત, નશામાં ધૂત નબીરાઓએ 130+ ની સ્પીડે 4 લક્ઝુરિયસ કાર અથડાવી, ક્રેટા બળીને ખાખ

GANDHINAGAR SHOCKER: ગાંધીનગરના સરખેજ-ગાંધીનગર (SG) હાઇવે પર ગઇકાલે (25 જૂન) મોડી રાત્રે એક હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. સરગાસણ બ્રિજની શરૂઆતમાં, સ્વાગત મોલની બિલકુલ સામે પૂરપાટ ઝડપે દોડતી ચાર લક્ઝુરિયસ કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ભયાનક ટક્કરમાં ચારેય વાહનોનો કુરચો બોલી ગયો હતો, જ્યારે અકસ્માત બાદ એક કારમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટનામાં 4 યુવકોને ઈજા પહોંચી છે, જેમાંથી એકની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

GANDHINAGAR SHOCKER

GANDHINAGAR SHOCKER: ‘ધૂમ’ સ્ટાઇલમાં 130 કિમીની ઝડપે દોડતી હતી કાર

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અકસ્માત સર્જનાર કારમાં સવાર ત્રણ યુવકો સંપૂર્ણપણે નશાની હાલતમાં હતા. તેઓ મધરાતે હાઇવે પર ‘ધૂમ’ સ્ટાઇલમાં અંદાજે 130 કિલોમીટર પ્રતિ કલાકથી પણ વધુની ઝડપે ગાડી દોડાવી રહ્યા હતા. નશામાં ધૂત આ નબીરાઓએ જાણે આખો એસ.જી. હાઇવે બાનમાં લીધો હોય તેમ અન્ય વાહનચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.

GANDHINAGAR SHOCKER

GANDHINAGAR SHOCKER: કેવી રીતે સર્જાયો અકસ્માત?

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ:

  • સરગાસણ બ્રિજ પરથી એક ઇનોવા કાર (GJ01JT7623) પસાર થઈ રહી હતી, જેની પાછળ મહિન્દ્રા EV (GJ02ER7677) હતી.
  • મહિન્દ્રા કારનો ચાલક ઇનોવાને ઓવરટેક કરવા માટે સહેજ બહાર નીકળ્યો હતો.
  • બરાબર એ જ સમયે અમદાવાદ તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલી હ્યુન્ડાઈ ક્રેટા (GJ01WV4423) ના ચાલકે સ્પીડ પરથી કાબૂ ગુમાવી દીધો હતો.
  • ક્રેટાએ મહિન્દ્રા EVને પાછળથી જોરદાર ટક્કર મારી, જેના કારણે મહિન્દ્રા કાર આગળ જતી ઇનોવા સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ સાંકળ પ્રક્રિયામાં અન્ય એક ટાટા ટિયાગો (GJ01KX9652) કાર પણ અકસ્માતનો ભોગ બની હતી.

ક્રેટા કાર ધાણીની જેમ સળગી ઉઠી ટક્કર એટલી પ્રચંડ હતી કે અકસ્માત થતાંની સાથે જ હ્યુન્ડાઈ ક્રેટા કારમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતાં જ ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ક્રેટા કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી.

GANDHINAGAR SHOCKER

GANDHINAGAR SHOCKER: કાન ફાડી નાખે તેવો ધડાકો થયો: પ્રત્યક્ષદર્શી

અકસ્માતના પ્રત્યક્ષદર્શી અને ઇજાગ્રસ્તોને સમયસર હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરનાર યુવરાજસિંહ ભાટીએ જણાવ્યું કે, અકસ્માત સ્થળની નજીક આવેલા કોમ્પ્લેક્સમાં જ મારી ઓફિસ છે. મોડી રાત્રે હું અને મારા મિત્રો કામમાંથી થોડો બ્રેક લઈને નીચે બેઠા હતા. ત્યારે અચાનક આશરે 300 મીટર દૂરથી એક જોરદાર કાન ફાડી નાખે તેવો ધડાકો સંભળાયો. અમે દોડીને ગયા તો ચાર લક્ઝુરિયસ ગાડીઓ એકબીજા સાથે ખરાબ રીતે અથડાયેલી હતી અને ક્રેટા ગાડી ધાણીની જેમ સળગી રહી હતી.”

GANDHINAGAR SHOCKER

GANDHINAGAR SHOCKER: ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા, નબીરાઓ અમદાવાદના રહેવાસી

સ્થાનિક લોકો અને યુવરાજસિંહની મદદથી તુરંત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. અકસ્માતનો ભોગ બનેલી ક્રેટા કારમાં ત્રણ યુવાનો સવાર હતા, જેમના નામ અયાન, કૌસ્તુભ દવે અને ચિત્રાંગ દવે હોવાનું સામે આવ્યું છે અને આ ત્રણેય અમદાવાદના રહેવાસી છે.

  • 3 ઇજાગ્રસ્તોને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
  • 1 ઇજાગ્રસ્તની હાલત વધુ ગંભીર જણાતા તેને તાત્કાલિક અમદાવાદની કેડી (KD) હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
GANDHINAGAR SHOCKER

GANDHINAGAR SHOCKER: પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

નવાઈની વાત એ હતી કે અકસ્માત બાદ હાઇવે પર અરાજકતાનો માહોલ સર્જાતા કોઈપણ વાહનના મૂળ માલિક કે ડ્રાઈવર ઘટનાસ્થળે હાજર મળી આવ્યા ન હતા. આ ચકચારી ઘટનાને પગલે સેક્ટર-7 પોલીસે અકસ્માત અને નશાખોરી અંગે ગુનો નોંધીને નશાખોર નબીરાઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી અને વધુ તપાસ હાથ ધરી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

સરકારી કચેરીઓમાં ‘મિશન વીજ બચત’, ACનું તાપમાન 24°C ફરજિયાત, ભવિષ્યમાં માત્ર 5-સ્ટાર સાધનો જ ખરીદાશે

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments