RE-NEET Exam Today: દેશભરમાં મેડિકલ પ્રવેશ માટેની ચર્ચાસ્પદ RE-NEET પરીક્ષાનું આજે આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં પણ તંત્ર દ્વારા આ પરીક્ષાને લઈને તમામ વહીવટી અને સુરક્ષાની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. સમગ્ર રાજ્યમાંથી કુલ ૭૭ હજાર જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાના છે, જેમાંથી એકલા અમદાવાદ શહેરમાં જ ૨૩ જેટલા પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. અહીં ૧૦ હજારથી વધુ વિદ્યાર્થીઓ કડક સુરક્ષા વચ્ચે પરીક્ષા આપશે.

RE-NEET Exam Today: ઇતિહાસમાં પ્રથમ વખત મળશે 3:15 કલાકનો સમય
આ વખતની RE-NEET પરીક્ષામાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. પરીક્ષાર્થીઓને પેપર લખવા માટે પ્રથમ વખત ૧૫ મિનિટનો વધારાનો સમય ફાળવવામાં આવ્યો છે. એટલે કે હવે વિદ્યાર્થીઓને કુલ ૩ કલાક અને ૧૫ મિનિટનો સમય મળશે, જેથી તેઓ શાંતિથી પેપર પૂર્ણ કરી શકે.
RE-NEET Exam Today: પેપર માટે GPS ટ્રેકિંગ અને કેન્દ્રો પર ડ્રોન નજર
પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે પેપર લીક જેવી ઘટનાઓ અટકાવવા માટે અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે:
- બાયોમેટ્રિક વેરિફિકેશન: દરેક વિદ્યાર્થીને કડક બાયોમેટ્રિક તપાસ બાદ જ કેન્દ્રમાં પ્રવેશ મળશે.
- GPS ટ્રેકિંગ: પ્રશ્નપત્રોની સુરક્ષા માટે તેને જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમથી સજ્જ વાહનો દ્વારા જ કેન્દ્રો સુધી પહોંચાડવામાં આવ્યા છે.
- ડ્રોન સર્વેલન્સ: તમામ કેન્દ્રો પર સીસીટીવી કેમેરા ઉપરાંત કેન્દ્રની આસપાસના વિસ્તારોમાં ડ્રોન કેમેરા દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
RE-NEET Exam Today: પોલીસ કમિશનર જી. એસ. મલિકનું જાહેરનામું: આ વસ્તુઓ પર પ્રતિબંધ
પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે અમદાવાદ પોલીસ કમિશનર જી. એસ. મલિક દ્વારા ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે: ૧. પરીક્ષા કેન્દ્રના ૧૦૦ મીટરની ત્રિજ્યાનો વિસ્તાર પ્રતિબંધિત રહેશે અને ત્યાં ચાર કે તેથી વધુ લોકો એકઠા થઈ શકશે નહીં. ૨. કેન્દ્રોની આસપાસના ૧ કિલોમીટરના વિસ્તારમાં આવેલા તમામ ઝેરોક્ષ (કોપી) સેન્ટરો અને દુકાનો બંધ રાખવાનો આદેશ કરાયો છે. ૩. પરીક્ષા સ્થળની આસપાસ લાઉડ સ્પીકર વગાડવા પર અને વાહનો પાર્ક કરવા પર સદંતર પ્રતિબંધ છે. ૪. સક્ષમ અધિકારી સિવાયના કોઈપણ વિદ્યાર્થી કે શિક્ષક પરીક્ષા કેન્દ્રની અંદર મોબાઈલ ફોન કે અન્ય કોઈ ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ લઈ જઈ શકશે નહીં.
RE-NEET Exam Today: પરીક્ષાર્થીઓ માટે ખાસ નોંધ:
ઉમેદવારોએ પોતાનું RE-NEET એડમિટ કાર્ડ (Admit Card), પાસપોર્ટ સાઈઝનો ફોટો અને એક અધિકૃત આઈડી કાર્ડ (ID Card) સાથે રાખવું ફરજિયાત છે. કોઈપણ પ્રકારની મદદ કે ફરિયાદ માટે તંત્ર દ્વારા હેલ્પલાઈન નંબર 011-40759000 જાહેર કરવામાં આવ્યો છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો
70ની ઉંમરે 50 જેવા દેખાઓ, કોલકાતામાં પીએમ મોદીએ આપ્યો મંત્ર, 35 હજાર લોકો સાથે કર્યા યોગ




