Home State Gujarat Fate Turns Cruel: રામ દરબારમાંથી પરત ફરતા કાકા-ભત્રીજાને કાળ ભેટ્યો, ભાવનગર રિંગ...

Fate Turns Cruel: રામ દરબારમાંથી પરત ફરતા કાકા-ભત્રીજાને કાળ ભેટ્યો, ભાવનગર રિંગ રોડ પર બેકાબૂ કારે બાઇકને ફંગોળી ટેન્કર પાછળ ઘૂસી, પરિવારમાં કાળો આક્રંદ

0
124
Fate Turns Cruel
Fate Turns Cruel

Fate Turns Cruel: ભાવનગર શહેરના રિંગ રોડ પર શ્રીજી પાર્ટી પ્લોટ સામે ૬ જૂનની મોડી રાત્રે એક હૃદયદ્રાવક અને ભયાનક અકસ્માત સર્જાયો છે. પુરપાટ ઝડપે દોડતી એક બેકાબૂ સ્વીફ્ટ કારે બાઇક સવાર કાકા-ભત્રીજાને અડફેટે લીધા બાદ રોડ સાઇડમાં ઉભેલા બંધ ટેન્કર (ટ્રક) પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આ પ્રચંડ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા કાકા-ભત્રીજા બંનેના કરુણ મોત નીપજ્યા છે, જેને પગલે એક જ પરિવારના બે દીવડા બુઝાઈ જતાં ઘોઘારોડ વિસ્તારમાં અરેરાટી સાથે માતમ છવાઈ ગયો છે.

Fate Turns Cruel

Fate Turns Cruel: રામ દરબારના દર્શન કરીને પરત ફરતી વખતે જ નડ્યો કાળ

પોલીસ ફરિયાદ અને સ્થાનિક વિગતો અનુસાર, ભાવનગરના ઘોઘારોડ કૈલાશ સોસાયટીમાં રહેતા બેચરભાઈ ખાટાભાઈ બારૈયા (ઉં.વ. ૪૮) અને તેમના ભત્રીજા રાકેશભાઈ મનસુખભાઇ બારૈયા (ઉં.વ. ૨૮, રહે. અકવાડા) પોતાનું બાઇક (નંબર GJ-04-DK-9533) લઈને કાળિયાબીડ ખાતે આયોજિત ‘રામ દરબાર’માં ગયા હતા. ધાર્મિક પ્રસંગ પતાવીને બંને કાકા-ભત્રીજા ખુશી-ખુશી મોડી રાત્રે ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે રિંગ રોડ પર શ્રીજી પાર્ટી પ્લોટ સામે પાછળથી આવતી કાળમુખી કારે તેમને હડફેટે લીધા હતા.

Fate Turns Cruel

Fate Turns Cruel: પ્રચંડ ધડાકો: બાઇકને ફંગોળી કાર ટેન્કરમાં ઘૂસી ગઈ

અકસ્માત એટલો ભયાનક હતો કે કાર (નંબર GJ-19-BA-1603)ના ચાલકે બાઇકને ટક્કર માર્યા બાદ સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. બેકાબૂ બનેલી કાર રોડની સાઇડમાં ઉભેલા આર.એમ.સી.ના બંધ ટેન્કર પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. અકસ્માતનો અવાજ એટલો પ્રચંડ હતો કે આસપાસના લોકોના લોહી થીજી ગયા હતા. સ્થાનિકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને અકસ્માતગ્રસ્તોની વહારે આવ્યા હતા.

ઘટનાની ગંભીરતા: હોસ્પિટલ પહોંચતા સુધીમાં જ કાકા-ભત્રીજાએ દમ તોડી દીધો હતો, જ્યારે કારમાં સવાર અન્ય બે વ્યક્તિઓ પણ ગંભીર રીતે ઘવાતા લોહીલુહાણ હાલતમાં ખાનગી હોસ્પિટલ ખસેડાયા છે.

Fate Turns Cruel

Fate Turns Cruel: હોસ્પિટલમાં તબીબોએ મૃત જાહેર કર્યા, પોલીસ કાફલો દોડ્યો

સ્થાનિક લોકોએ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતા ઇજાગ્રસ્ત કાકા-ભત્રીજાને સર ટી. હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે, ત્યાં ફરજ પરના તબીબોએ તપાસ બાદ બંનેને બ્રોટ ડેડ’ (મૃત) જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતાં જ મૃતકોના પરિવારજનો હોસ્પિટલ દોડી આવ્યા હતા અને સ્વજનોના મૃતદેહ જોઈને હોસ્પિટલ પરિસરમાં જ ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા હતા. ઘટના સ્થળે અને હોસ્પિટલે પોલીસ કાફલો પણ દોડી ગયો હતો અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Fate Turns Cruel: કાર ચાલક સામે નવી BNS કલમો હેઠળ ગુનો દાખલ

મૃતક રાકેશના પિતાએ આ મામલે ભરતનગર પોલીસ મથકમાં કાર ચાલક સામે બેદરકારીથી વાહન ચલાવી બે જિંદગી હોમી દેવા બદલ ફરિયાદ નોંધાવી છે. પોલીસે સ્વીફ્ટ કારના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે:

Fate Turns Cruel: પોલીસ દ્વારા દાખલ કરાયેલી કલમો:

  • BNS કલમ ૨૮૧: જાહેર માર્ગ પર બેદરકારીથી વાહન ચલાવવું.
  • BNS કલમ ૧૦૬(૧): બેદરકારીના કારણે મોત નીપજાવવું.
  • BNS કલમ ૧૨૫(b) અને ૩૨૪(૪): અન્યની જિંદગી જોખમાય તે રીતે ઈજા પહોંચાડવી.
  • મોટર વાહન અધિનિયમ (M.V. Act) કલમ ૧૭૭, ૧૮૪: ભયજનક રીતે વાહન હંકારવું.

ધાર્મિક કાર્યક્રમમાંથી પવિત્ર મન સાથે પરત ફરી રહેલા આ નિર્દોષ કાકા-ભત્રીજાનો સ્પીડના શોખીન કાર ચાલકે ભોગ લેતા સમગ્ર ભાવનગરમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને ટ્રાફિક સુરક્ષા પર ફરી ગંભીર સવાલો ઉભા થયા છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

 પાનેલીના હર્ષદ મહેતા પછી હવે રાજકોટના રાજેશ મહેતા, ₹15 લાખ કરોડના મહાકૌભાંડની ‘હવાઈ કમાણી’ અને LICના ડૂબતા પૈસાની ઈનસાઈડ સ્ટોરી

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે