Shocking in Surat: સુરતમાં માનવતા શર્મસાર, પુખ્ત વયના સંતાનો હોવાથી બદનામીના ડરે માતાએ નવજાત શિશુને ઉકરડામાં ફેંક્યું, CCTV એ ખોલી પોલ

0
141
Shocking in Surat
Shocking in Surat

Shocking in Surat: સુરતના કતારગામ વિસ્તારમાં એક હૃદયદ્રાવક અને કળિયુગી માતાની ક્રૂરતા ઉજાગર કરતી ઘટના સામે આવી છે. સમાજમાં બદનામીના ડરથી એક માતાએ પોતાના જ નવજાત શિશુને જન્મ આપી પ્લાસ્ટિકની થેલીમાં પેક કરી કચરાના ઢગલામાં ફેંકી દીધું હતું. જોકે, આ પાપ લાંબો સમય છુપાયેલું ન રહ્યું અને કૂતરાઓએ કચરાના ઢગલામાંથી થેલી બહાર ખેંચી લાવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. સીસીટીવી ફૂટેજના આધારે ચોકબજાર પોલીસે ગણતરીના દિવસોમાં જ નરાધમ માતાને શોધી કાઢી તેની ધરપકડ કરી છે.

Shocking in Surat

Shocking in Surat: કચરાના ઢગલામાંથી કૂતરા થેલી ખેંચી લાવ્યા અને ભાંડો ફૂટ્યો

ઘટનાની વિગત એવી છે કે, ગત ૨૫ મે ૨૦૨૬ના રોજ રાત્રિના આશરે એક વાગ્યાની આસપાસ કતારગામ અવધૂતનગર સોસાયટી, સીતારામ ફ્લોર મીલની સામે ભક્તિનગર તરફ જતા રોડ પરથી એક પ્લાસ્ટિકની ફાટેલી થેલી મળી આવી હતી. આ થેલીમાં આશરે એકાદ દિવસનું તાજું જન્મેલું બાળક મૃત હાલતમાં બિનવારસી પડ્યું હતું.

આ અંગેની જાણ થતાં જ ચોકબજાર પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસતા ચોંકાવનારી કડી મળી હતી કે, કૂતરાઓ આ પ્લાસ્ટિકની થેલીને નજીકની અવધૂતનગર સોસાયટીની વાડી પાસેના કચરાના ઢગલામાંથી ખેંચીને રસ્તા પર લાવ્યા હતા.

Shocking in Surat

Shocking in Surat: CCTV ફૂટેજમાં કેદ થઈ કળિયુગી માતા

પોલીસે કચરાના ઢગલાની આસપાસના સીસીટીવી ફૂટેજ વધુ બારીકાઈથી ચેક કર્યા હતા. જેમાં એક અજાણી મહિલા હાથમાં પ્લાસ્ટિકની થેલી લઈને શાંતિનગર સોસાયટીમાંથી અવધૂતનગર તરફ આવતી સ્પષ્ટ જોવા મળી હતી. આ ફૂટેજના આધારે ચોકબજાર પોલીસના સર્વેલન્સ સ્ટાફે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી બાળકને ત્યજી દેનાર જનતા (માતા)ને શોધી કાઢી હતી.

Shocking in Surat: પૂછપરછમાં મહિલાની ચોંકાવનારી કબૂલાત: “મોટા સંતાનો હોવાથી ડર લાગ્યો”

પોલીસ પકડમાં આવેલી મહિલાની જ્યારે કડકાઈથી પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે જે ખુલાસો કર્યો તે સાંભળીને પોલીસ અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા.

  • બદનામીનો ડર: મહિલાને ઓલરેડી બે પુખ્ત વયના (મોટા) સંતાનો છે.
  • અધૂરા માસે જન્મ: આ ઉંમરે ફરીથી ગર્ભ રહી જતાં મહિલાને સમાજ અને સગા-સંબંધીઓમાં ભયંકર બદનામીનો ડર સતાવી રહ્યો હતો.
  • પાપ છુપાવવાનો પ્રયાસ: ઘરમાં જ્યારે કોઈ હાજર ન હતું, ત્યારે તેણે અધૂરા માસે બાળકને જન્મ આપ્યો હતો. ત્યારબાદ આ વાત કોઈને ખબર ન પડે તે માટે માસૂમ નવજાત શિશુને પ્લાસ્ટિકની થેલીમાં પેક કરી રાત્રિના અંધકારમાં કચરાના ઢગલામાં ફેંકી દીધું હતું.
Shocking in Surat

Shocking in Surat: પોલીસની કાયદેસરની કાર્યવાહી

BNS હેઠળ ગુનો દાખલ

આ ગંભીર મામલે ચોકબજાર પોલીસે કળિયુગી માતા સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ ની કલમ-૯૪ અને ૯૧ મુજબ ગુનો નોંધી તેની અટકાયત કરી છે. બાળકનો જન્મ જીવતેજીવ થયો હતો કે તે મૃત જ જન્મ્યું હતું તે દિશામાં પણ પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે. આ ઘટનાને પગલે સમગ્ર સુરત શહેરમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

સરકારી સેવાઓ માટે એફિડેવિટની ઝંઝટનો અંત, ગુજરાત સરકારનો મોટો નિર્ણય, જાહેર કર્યું ‘યુનિવર્સલ ફોર્મેટ’