Gujarat’s New ‘Universal Affidavit’: ગુજરાત સરકાર દ્વારા નાગરિકોની સુવિધા માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારની વિવિધ સેવાઓ મેળવવા માટે અત્યાર સુધી અરજદારોએ અલગ-અલગ વિભાગોમાં જુદા-જુદા ફોર્મેટના એફિડેવિટ (સોગંદનામા) કરાવવા પડતા હતા, જેમાંથી હવે કાયમી મુક્તિ મળી ગઈ છે. કાયદા વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં માન્ય ગણાય તેવું એક સમાન ‘યુનિવર્સલ એફિડેવિટ’ નું ફોર્મેટ જાહેર કરવામાં આવ્યું છે.
સરકારના આ નિર્ણયથી નાગરિક સેવાઓ વધુ સરળ, ઝડપી અને પારદર્શક બનશે.

Gujarat’s New ‘Universal Affidavit’: વહીવટી સરળતા માટે એક સમાન વ્યવસ્થા
નવી વ્યવસ્થા અનુસાર, જે સરકારી સેવાઓમાં કાયદા કે નિયમ મુજબ સોગંદનામું કરવું જરૂરી હોય, પરંતુ તેનું કોઈ ચોક્કસ ફોર્મેટ અગાઉથી નક્કી ન હોય, તેવી તમામ જગ્યાએ હવે આ એક જ ‘યુનિવર્સલ એફિડેવિટ’ સમગ્ર ગુજરાતમાં સ્વીકારવામાં આવશે.
અત્યાર સુધી વિવિધ સરકારી યોજનાઓ, પ્રમાણપત્રો કે વ્યક્તિલક્ષી સેવાઓ માટે અલગ-અલગ લખાણવાળા સોગંદનામા તૈયાર કરાવવા પડતા હતા. જેના કારણે નાગરિકોને બિનજરૂરી આર્થિક બોજ, સમયનો બગાડ અને વહીવટી વિલંબનો સામનો કરવો પડતો હતો. સરકારે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવી સમગ્ર પ્રક્રિયામાં એકરૂપતા લાવી દીધી છે.
Gujarat’s New ‘Universal Affidavit’: નિર્ણયની મુખ્ય બાબતો પર એક નજર:
- સમગ્ર રાજ્યમાં એક જ ફોર્મેટ: જુદા-જુદા વિભાગો માટે અલગ-અલગ લખાણની માથાકૂટ બંધ. હવે માત્ર એક જ યુનિવર્સલ ફોર્મેટ ચાલશે.
- તમામ કચેરીઓ માટે ફરજિયાત: રાજ્યની તમામ જિલ્લા, તાલુકા, ગ્રામ્ય અને શહેરી કક્ષાની સરકારી કચેરીઓ તેમજ જન સેવા કેન્દ્રો માટે આ નવું ફોર્મેટ ફરજિયાતપણે સ્વીકારવાનું રહેશે.
- ડિજિટલ પોર્ટલ પર અમલ: ઓનલાઈન અરજી કરતા નાગરિકોની સરળતા માટે ‘ડિજિટલ ગુજરાત પોર્ટલ’ પર પણ આ યુનિવર્સલ એફિડેવિટ અમલી બનાવવામાં આવશે.
- જ્યાં જરૂર નથી ત્યાં ‘સેલ્ફ ડિકલેરેશન’ યથાવત: સરકારે સ્પષ્ટતા કરી છે કે જે સેવાઓમાં કાયદાકીય રીતે એફિડેવિટ ફરજિયાત નથી, ત્યાં સામાન્ય વહીવટ વિભાગના નિયમો મુજબ માત્ર સ્વઘોષણા (Self Declaration) ની વ્યવસ્થા યથાવત રહેશે. એટલે કે ત્યાં એફિડેવિટ કરાવવાની બિલકુલ જરૂર રહેશે નહીં.



Gujarat’s New ‘Universal Affidavit’: “નાગરિકોના સમય અને નાણાંની બચત થશે”
સરકારના આ ક્રાંતિકારી પગલાથી વચેટીયાઓ પ્રથા નાબૂદ થશે અને નાગરિકોને સરકારી ઓફિસોના ધક્કા ખાવામાંથી મોટી રાહત મળશે. ડિજિટલ યુગમાં આ નિર્ણય ‘ઇઝ ઓફ લિવિંગ’ (Easy of Living) તરફનું એક મોટું કદમ માનવામાં આવી રહ્યું છે.
Gujarat’s New ‘Universal Affidavit’: કેવું હશે ‘યુનિવર્સલ એફિડેવિટ’નું નમૂનારૂપ માળખું (નમૂનો)?
(અરજદારોની સમજણ માટે યુનિવર્સલ સોગંદનામાનું બેઝિક માળખું નીચે મુજબ રહેશે)
| ક્રમ | વિગત |
| ૧ | અરજદારનું પૂરું નામ, ઉંમર અને વ્યવસાય |
| ૨ | રહેઠાણનું પૂરું સરનામું અને આધાર કાર્ડ / ઓળખકાર્ડ નંબર |
| ૩ | જે બાબત/સેવા માટે સોગંદનામું કરવાનું હોય તેની ટૂંકી અને સ્પષ્ટ વિગત |
| ૪ | સત્યતાની જાહેરાત (કે ઉપર જણાવેલી તમામ વિગતો મારી વ્યક્તિગત જાણ મુજબ સાચી છે) |
| ૫ | અરજદારની સહી / અંગૂઠાનું નિશાન અને તારીખ |
| ૬ | નોટરી અથવા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ રૂબરૂ સહી અને સિક્કો |
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો




