Home State Gujarat Tragedy In Gandhinagar: ગાંધીનગરમાં હૃદયદ્રાવક ઘટના ‘દીકરી અંદર ના આવતી, પાણીમાં ઝેર...

Tragedy In Gandhinagar: ગાંધીનગરમાં હૃદયદ્રાવક ઘટના ‘દીકરી અંદર ના આવતી, પાણીમાં ઝેર છે’, દરવાજે ચિઠ્ઠી ચોંટાડી યુવાને આપઘાત કર્યો; 5 દિવસ ઘરમાં પડી રહી લાશ

0
187
Tragedy In Gandhinagar
Tragedy In Gandhinagar

Tragedy In Gandhinagar:  ગાંધીનગરના પ્રખ્યાત કુડાસણ વિસ્તારમાં આવેલી પૂનમ રેસિડેન્સીમાંથી એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં રહેતા 42 વર્ષીય યુવાને શેરબજારની નોકરી છૂટી જતાં અને દેવું વધી જતાં ઝેરી દવા પીને જીવન ટૂંકાવી દીધું છે. જોકે, આ આત્મઘાતી પગલું ભરતા પહેલાં પણ પિતાએ પોતાની માસૂમ દીકરી અને પરિવારની સુરક્ષાનો પૂરો ખ્યાલ રાખ્યો હતો. તેણે ઘરના મુખ્ય દરવાજા પર એક ચેતવણી આપતી ચિઠ્ઠી ચોંટાડી હતી, જેથી પરિવારને કોઈ નુકસાન ન થાય. હાલ આ મામલે ઇન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Tragedy In Gandhinagar: દરવાજે ચોંટાડેલી ચિઠ્ઠી વાંચી પત્ની સ્તબ્ધ થઈ ગઈ

Tragedy In Gandhinagar

ગત 27 મે (બુધવારે) રાત્રે જ્યારે મૃતકની પત્ની તેના ભાઈ સાથે કુડાસણ સ્થિત ઘરે પહોંચી, ત્યારે મુખ્ય દરવાજો ખુલ્લો હતો પરંતુ બહાર પંકજભાઈએ લખેલી એક હૃદયદ્રાવક ચિઠ્ઠી ચોંટાડેલી હતી. ચિઠ્ઠીમાં લખ્યું હતું કે:

Tragedy In Gandhinagar: “દીકરી અંદર ના આવતી, પાણી પીવું નહીં, ઘરમાં ઝેરી દવા છે, માસ્ક પહેરવું.”

Tragedy In Gandhinagar

ઘરમાં પ્રવેશતાં જ પંકજભાઈ ફર્શ પર મૃત હાલતમાં મળી આવ્યા હતા. રૂમમાં ઘઉંમાં નાખવાની ‘સેલફોસ’ નામની અત્યંત ઝેરી દવાની પડીકીઓ જોવા મળી હતી. ઝેરી ગેસની અસરના કારણે મૃતકનો ચહેરો કાળો પડી ગયો હતો.

Tragedy In Gandhinagar: છેલ્લા 5 મહિનાથી બેરોજગાર અને માનસિક તણાવમાં હતા

Tragedy In Gandhinagar

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મૂળ મુંબઈના બોરીવલીના વતની પંકજ સુરેન્દ્રભાઈ ભણસાલી (ઉં.વ. 42) ગાંધીનગરના ઇન્ફોસિટી ખાતે આવેલી ‘એનએક્સી’ (NXC) સ્ટોક માર્કેટની ઓફિસમાં નોકરી કરતા હતા.

  • છેલ્લા પાંચેક મહિનાથી તેમની નોકરી છૂટી ગઈ હતી.
  • શેરબજારમાં મોટું દેવું થઈ ગયું હોવાને કારણે તેઓ ભારે આર્થિક સંકડામણ અને માનસિક તણાવ અનુભવી રહ્યા હતા.

પત્ની અને દીકરી પિયર ગયા હોવાનો લાભ ઉઠાવ્યો

ગત 13 મેના રોજ પંકજભાઈની પત્ની પોતાની દીકરીને લઈને પિયર ગઈ હતી. પિયર ગયા બાદ 22 મેના રોજ પતિ-પત્ની વચ્ચે ફોન પર છેલ્લી વાર વાત થઈ હતી. તે પછી પંકજભાઈનો ફોન સતત સ્વીચ ઓફ આવતો હતો. વારંવાર સંપર્ક કરવા છતાં કોઈ જવાબ ન મળતાં પત્નીને કંઈક અજુગતું થયાની આશંકા ગઈ હતી, જેથી તેઓ ઘરે દોડી આવ્યા હતા.

5 દિવસ સુધી લાશ ઘરમાં જ પડી રહી, પોલીસ તપાસ શરૂ

પોલીસના પ્રાથમિક અંદાજ મુજબ, આ આપઘાતની ઘટના ગત 22 મેના રોજ (વાતચીત થયાના થોડા સમય બાદ) જ બની હોવાનું અનુમાન છે. 5 દિવસ સુધી લાશ ઘરમાં જ પડી રહી હોવાથી તે સંપૂર્ણપણે ફૂલી ગઈ હતી અને ઝેરી ગેસ ફેલાયો હતો. ઇન્ફોસિટી પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ આત્યંતિક પગલાં પાછળના ચોક્કસ કારણો જાણવા માટે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે વાતાવરણ પલટાશે 48 કલાક પછી ધોધમાર પ્રી-મોન્સૂન વરસાદની આગાહી, 15 રાજ્યોમાં એલર્ટ

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે