Record-Breaking Connolly: આઈપીએલની તાજેતરની મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે (SRH) શાનદાર પ્રદર્શન કરતા પંજાબ કિંગ્સને (PBKS) 33 રનથી પરાજય આપ્યો છે. હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં રનનો વરસાદ જોવા મળ્યો હતો, જ્યાં હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 235 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો. જવાબમાં પંજાબની ટીમ 7 વિકેટે 202 રન જ બનાવી શકી હતી.

Record-Breaking Connolly: કોનોલીનો ‘કિંગ’ રેકોર્ડ: ક્વિન્ટન ડી કોકને પાછળ છોડ્યો

પંજાબની હાર છતાં ઓસ્ટ્રેલિયન યુવા ખેલાડી કૂપર કોનોલીએ આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. કોનોલીએ માત્ર 22 વર્ષ અને 257 દિવસની ઉંમરે સદી ફટકારીને IPL ઇતિહાસમાં સૌથી યુવા વયે સદી કરનાર બેટ્સમેન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. અગાઉ આ રેકોર્ડ ક્વિન્ટન ડી કોક (23 વર્ષ, 122 દિવસ) ના નામે હતો. કોનોલીએ ઇનિંગના છેલ્લા બોલે પડી જતાં પણ ચોગ્ગો ફટકારી પોતાની યાદગાર સદી પૂર્ણ કરી હતી.
Record-Breaking Connolly: મેચના મહત્વના રેકોર્ડ્સ
- સૌથી મોટી ભાગીદારી: કૂપર કોનોલી અને માર્કો યાનસને પંજાબ માટે 7મી વિકેટ માટે 68 રનની રેકોર્ડબ્રેક ભાગીદારી કરી.
- હાઇએસ્ટ સ્કોર: હૈદરાબાદે પંજાબ સામે પ્રથમ ઇનિંગમાં 235 રન બનાવ્યા, જે આ બંને ટીમો વચ્ચેનો અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર છે.
- મોંઘી બોલિંગ: માર્કો યાનસને પોતાની 4 ઓવરમાં 61 રન આપ્યા. IPLમાં બીજી વખત તેણે 60થી વધુ રન આપવાનો નબળો રેકોર્ડ નોંધાવ્યો છે.
મેચની ‘ટોપ મોમેન્ટ્સ’ અને ડ્રામા

- ઈશાન કિશનને ત્રણ જીવનદાન: પંજાબના ઈશાન કિશનનું નસીબ જોર કરી રહ્યું હોય તેમ તેને ત્રણ વાર જીવનદાન મળ્યું. બે વખત તેના કેચ છૂટ્યા અને એકવાર પ્રભસિમરન સિંહ તેને સ્ટમ્પ કરવામાં ચૂકી ગયા. આ તકનો લાભ લઈ ઈશાને સતત 3 છગ્ગા ફટકારી પોતાની ફિફ્ટી પૂરી કરી હતી.
- ક્લાસેનની આક્રમક ઉજવણી: હૈદરાબાદના હેનરિક ક્લાસેને પોતાની અડધી સદી પૂરી કર્યા બાદ હવામાં બેટ ઉછાળીને અનોખી રીતે ઉજવણી કરી હતી. જોકે, ઇનિંગ દરમિયાન યુઝવેન્દ્ર ચહલના બોલ પર શશાંકે તેનો કેચ છોડ્યો ત્યારે ચહલ નિરાશામાં મેદાન પર જ બેસી ગયા હતા.
- અભિષેક શર્માની ‘હિટ એન્ડ આઉટ’ મોમેન્ટ: હૈદરાબાદના ઓપનર અભિષેક શર્માએ લોકી ફર્ગ્યુસનને સિક્સ ફટકારી આક્રમક શરૂઆત કરી હતી, પરંતુ તેના પછીના જ બોલે તે શ્રેયસ ઐયરના હાથે કેચ આઉટ થયો હતો.
- કેચ ડ્રોપનો સિલસિલો: આ મેચમાં ફિલ્ડિંગનું સ્તર ઘણું નબળું રહ્યું હતું. કોનોલીનો કેચ શિવાંગ કુમારથી છૂટ્યો, જ્યારે ઈશાન અને ક્લાસેનના કેચ પણ ફિલ્ડરો પકડી શક્યા નહોતા.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો: પશ્ચિમ બંગાળમાં મોટી રાજકીય હિંસા: ભાજપ નેતા સુવેન્દુ અધિકારીના PAની ગોળી મારીને કરપીણ હત્યા!




