India Defies US Sanctions: રશિયા-યુક્રેન યુદ્ધ બાદ અમેરિકા અને પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધો છતાં ભારત પોતાના રાષ્ટ્રીય હિતોને સર્વોપરી રાખી રહ્યું છે. તાજેતરના અહેવાલો મુજબ, અમેરિકાએ રશિયા અને ઈરાન પાસેથી તેલ ખરીદવા માટે આપેલી 30 દિવસની રાહત (Waiver) ખતમ કરી દીધી હોવા છતાં, ભારત રશિયા પાસેથી ઓઈલ અને એલપીજી (LPG) ની ખરીદી ચાલુ રાખશે.

India Defies US Sanctions: ‘ઊર્જા નીતિ અમારો આંતરિક મામલો’
ભારત સરકારના સૂત્રોએ સ્પષ્ટ કર્યું છે કે ભારતની ઊર્જા સુરક્ષા અને તેની નીતિઓ સંપૂર્ણપણે ભારતનો આંતરિક વિષય છે. અમેરિકાના પ્રતિબંધો ભારતની તેલ ખરીદવાની રણનીતિ નક્કી કરી શકે નહીં. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે,
“છૂટ આપવી કે ન આપવી એ અમેરિકાનો અધિકાર હોઈ શકે, પરંતુ તેનાથી ભારતની જરૂરિયાતો અને નીતિઓ પ્રભાવિત થશે નહીં.”
India Defies US Sanctions: બિન-પ્રતિબંધિત સ્ત્રોતોનો ઉપયોગ
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતની તેલ રિફાઇનરીઓ રશિયા પાસેથી તેલની ખરીદી પહેલાની જેમ જ ચાલુ રાખશે. જોકે, સાવચેતીના ભાગરૂપે ભારત એવી કંપનીઓ અને જહાજો (Vessels) મારફતે વ્યવહાર કરશે જે સીધા અમેરિકન પ્રતિબંધોના દાયરામાં નથી. આ વ્યૂહરચના દ્વારા ભારત આંતરરાષ્ટ્રીય દબાણ વચ્ચે પણ પોતાની અર્થવ્યવસ્થાને સસ્તું ઈંધણ પૂરું પાડવાનું ચાલુ રાખશે.
India Defies US Sanctions: અમેરિકાના નિર્ણયની એશિયાઈ દેશો પર અસર
અમેરિકાએ તાજેતરમાં એશિયાના દેશોને ઝટકો આપતા રશિયા અને ઈરાન સામેના કડક પ્રતિબંધોની જાહેરાત કરી છે. અમેરિકાએ ધમકી આપી છે કે જો કોઈ દેશ આ નિર્ણય વિરુદ્ધ જઈને તેલ ખરીદશે, તો તેની સામે પણ આર્થિક પ્રતિબંધો મૂકવામાં આવશે. ભારતનો આ નિર્ણય અમેરિકા માટે સ્પષ્ટ સંદેશ છે કે ભારત પોતાની વિદેશ નીતિમાં કોઈ પણ દેશનું દબાણ સહન કરશે નહીં.
શા માટે ભારત માટે રશિયા મહત્વનું છે?
- સસ્તું ક્રૂડ ઓઈલ: રશિયા ભારતને આંતરરાષ્ટ્રીય બજાર કરતા ઓછા ભાવે તેલ પૂરું પાડે છે.
- ઊર્જા સુરક્ષા: ભારત પોતાની તેલની જરૂરિયાતનો 80% થી વધુ હિસ્સો આયાત કરે છે.
- જૂની મિત્રતા: રશિયા ભારતનું લાંબા સમયનું વ્યૂહાત્મક ભાગીદાર રહ્યું છે.
વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો
‘સફાઈ નથી તો મતદાન નહીં’, વોર્ડ નં. 10 માં ગંદકી મુદ્દે ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા




