Home State Gujarat Panic in Bhuj: ભુજમાં ફૂડ પોઈઝનિંગનો આતંક પાણીપુરી ખાધા બાદ 50થી વધુ...

Panic in Bhuj: ભુજમાં ફૂડ પોઈઝનિંગનો આતંક પાણીપુરી ખાધા બાદ 50થી વધુ લોકો હોસ્પિટલ ભેગા

0
262
Panic in Bhuj
Panic in Bhuj

Panic in Bhuj: કચ્છના ભુજ તાલુકાના લોડાઈ ગામમાં પાણીપુરી ખાધા બાદ સામુહિક ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના સામે આવી છે. ગામના 50થી વધુ લોકોને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

Panic in Bhuj

Panic in Bhuj: શું બની સમગ્ર ઘટના?

મળતી વિગતો અનુસાર, લોડાઈ ગામમાં પાણીપુરીનો સ્વાદ માણવો અનેક લોકો માટે ભારે પડ્યો હતો. ખાધાના થોડા સમય બાદ જ લોકોને ઉલટી, ઉબકા અને પેટમાં અસહ્ય દુખાવાની ફરિયાદ શરૂ થઈ હતી. જોતજોતામાં અસરગ્રસ્તોનો આંકડો 50ને પાર કરી ગયો હતો, જેમાં મોટી સંખ્યામાં બાળકો અને મહિલાઓનો પણ સમાવેશ થાય છે.

Panic in Bhuj: હોસ્પિટલમાં દોડધામ

તબિયત લથડતા જ તમામ અસરગ્રસ્તોને તાત્કાલિક ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલ હોસ્પિટલના તબીબો દ્વારા તમામની સારવાર કરવામાં આવી રહી છે અને સદનસીબે તમામ દર્દીઓની હાલત અત્યારે સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

તંત્ર હરકતમાં, નમૂના લેવાયા

ઘટનાની ગંભીરતાને જોતા આરોગ્ય અને ફૂડ વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

  • સેમ્પલિંગ: ફૂડ વિભાગે શંકાસ્પદ પાણીપુરીના નમૂના લઈ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આપ્યા છે.
  • સરપંચનો નિર્ણય: લોડાઈ ગામના સરપંચે તકેદારીના ભાગરૂપે હાલ ગામમાં ખાણીપીણીની તમામ લારીઓ અને દુકાનો બંધ કરાવી દીધી છે.

તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે કે આ ચેપ પાણીના કારણે ફેલાયો છે કે મસાલામાં કોઈ ગરબડ હતી.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

 ભીલાડમાં LPG ગેસ ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ, SOGએ ટેન્કર અને સિલિન્ડર સહિતનો મુદ્દામાલ ઝડપ્યો

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે