GUJCTOC Case Update: બે પૂર્વ કોર્પોરેટરોની ગેંગ પર પોલીસનો સકંજો, ગુજસીટોક હેઠળ પકડાયેલા 14 આરોપીઓ જેલહવાલે

0
191
GUJCTOC Case Update
GUJCTOC Case Update

GUJCTOC Case Update: જામનગર શહેરમાં છેલ્લા લાંબા સમયથી આતંક મચાવનાર અને જમીન હડપવા સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા બે પૂર્વ કોર્પોરેટરોની ગેંગ સામે પોલીસે લાલ આંખ કરી છે. વોર્ડ નંબર 12 ના બે પૂર્વ કોર્પોરેટરો – અસલમ ખીલજી અને અલ્તાફ ખફીની ગેંગ સામે ગુજસીટોક (GUJCTOC) હેઠળ નોંધાયેલા ગુનામાં પકડાયેલા તમામ 14 આરોપીઓની રિમાન્ડ પૂર્ણ થતાં તેઓને જેલભેગા કરવામાં આવ્યા છે.

GUJCTOC Case Update

GUJCTOC Case Update: ગંભીર ગુનાઓનો લાંબો ઈતિહાસ

રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને જામનગર એસપી ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ પોલીસે આ બંને ગેંગ પર કડક કાર્યવાહી કરી છે:

  • અસલમ ખીલજી ગેંગ: આ ગેંગના સભ્યો વિરુદ્ધ અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં કુલ 46 ગુના નોંધાયેલા છે. આ કેસમાં કુલ 18 સભ્યો સામે ગુનો દાખલ થયો હતો, જેમાંથી 13 ને ઝડપી લેવાયા હતા.
  • અલ્તાફ ખફી ગેંગ: આ ગેંગ વિરુદ્ધ કુલ 52 ગંભીર ગુના નોંધાયેલા છે. ગેંગના 11 સભ્યો સામે ગુનો નોંધાયો હતો, જેમાંથી 8 અગાઉથી જેલમાં છે અને એકની તાજેતરમાં ધરપકડ કરવામાં આવી હતી.

GUJCTOC Case Update: કોર્પોરેટરો વચ્ચેની જૂથબંધી અને ગુજસીટોક

વોર્ડ નંબર 12 ના આ બંને પૂર્વ કોર્પોરેટરો વચ્ચે લાંબા સમયથી સત્તા અને વિસ્તારના વર્ચસ્વ માટે માથાકૂટ ચાલી રહી હતી. શહેરની શાંતિ જોખમાતી હોવાથી પોલીસે સિટી એ. ડિવિઝન મથકમાં ગુજરાત આંતકવાદ અને સંગઠીત ગુના નિયંત્રણ અધિનિયમ (ગુજસીટોક) હેઠળ બે અલગ-અલગ ગુના દાખલ કર્યા હતા.

GUJCTOC Case Update: રાજ્યની અલગ-અલગ જેલોમાં કરાયા રવાના

ઝડપાયેલા કુલ 14 આરોપીઓને રિમાન્ડની મુદત પૂરી થતાં રાજકોટની સ્પેશિયલ અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. અદાલતે તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો છે. સુરક્ષાના કારણોસર આ તમામ આરોપીઓને કોઈ એક જેલમાં રાખવાને બદલે રાજ્યની અલગ-અલગ જેલોમાં મોકલવામાં આવ્યા છે:

  • મોરબી, રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરત જેવી જેલોમાં આરોપીઓને વિભાજિત કરવામાં આવ્યા છે.

જામનગર પોલીસ દ્વારા તમામ આરોપીઓને જેલ હવાલે કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે. પોલીસની આ કડક કાર્યવાહીથી શહેરના ભૂમાફિયાઓ અને ગુનેગારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

એરલાઇન્સોની વહારે કેન્દ્ર સરકાર, યુદ્ધના સંકટ વચ્ચે 4000 કરોડના ઇમરજન્સી લોન પેકેજની જાહેરાત