Home State Gujarat Fatal Crash Near Karjan: NH-48 પર કાળમુખો અકસ્માત વડોદરા નજીક ટ્રક પાછળ...

Fatal Crash Near Karjan: NH-48 પર કાળમુખો અકસ્માત વડોદરા નજીક ટ્રક પાછળ અર્ટિગા કાર ઘૂસી, યુવકનું માથું ફાટી જતાં ઘટનાસ્થળે જ કરુણ મોત

0
281
Fatal Crash Near Karjan
Fatal Crash Near Karjan

Fatal Crash Near Karjan: નેશનલ હાઈવે 48 પર આજે 10 એપ્રિલની વહેલી સવારે એક અત્યંત ભયાનક અકસ્માત સર્જાયો હતો. કરજણના હલદરવા ગામ પાસે ઉભેલી એક ટ્રક પાછળ પૂરપાટ ઝડપે આવી રહેલી અર્ટિગા કાર ધડાકાભેર ઘૂસી જતાં એક યુવકે જીવ ગુમાવ્યો છે. અકસ્માત એટલો ભીષણ હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને મૃતદેહને બહાર કાઢવા માટે ફાયર વિભાગે કટરનો ઉપયોગ કરવો પડ્યો હતો.

Fatal Crash Near Karjan

Fatal Crash Near Karjan: ‘માફિયા મુંડીર’ લખેલી કારનો કચ્ચરઘાણ

મળતી માહિતી મુજબ, GJ16DS3079 નંબરની અર્ટિગા કાર સુરતથી ભરૂચ તરફ જઈ રહી હતી. આ કાર પર માફિયા મુંડીર’ લખેલું હતું. કરજણ પાસે રોડ પર ઉભેલી ટ્રકની પાછળ કાર એટલી જોરથી ભટકાઈ હતી કે કારનો આગળનો ભાગ લોખંડના ગઠ્ઠા જેવો બની ગયો હતો. ડ્રાઈવરની બાજુમાં બેસેલા 24 વર્ષીય યુવક આકાશ અનિલભાઈ સોલંકીનું માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાથી ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

Fatal Crash Near Karjan

Fatal Crash Near Karjan: હાઈડ્રોલિક સાધનો વડે પતરા કાપવા પડ્યા

અકસ્માત બાદ કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે કરજણ ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. ફાયર ફાઈટરોએ આધુનિક હાઈડ્રોલિક સાધનો અને કટર વડે કારના પતરા કાપીને ભારે જહેમત બાદ આકાશના મૃતદેહને બહાર કાઢ્યો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે મૃતક યુવકના માથામાંથી માસના લોચા બહાર નીકળી ગયા હતા, જે જોઈને બચાવ કામગીરીમાં જોડાયેલા લોકો પણ ધ્રુજી ઉઠ્યા હતા.

Fatal Crash Near Karjan

Fatal Crash Near Karjan: ત્રણ લોકો ઇજાગ્રસ્ત, હોસ્પિટલમાં સારવાર હેઠળ

કારમાં કુલ ચાર લોકો સવાર હતા. જેમાંથી ડ્રાઈવર અને અન્ય બે મહિલાઓને ગંભીર ઈજાઓ પહોંચી છે. ત્રણેય ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને પગલે હાઈવે પર થોડો સમય ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.

પોલીસ કાર્યવાહી

ઘટનાની જાણ થતા જ સાવલી આઉટ પોલીસ મથકની ટીમ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાઈવે પર ઉભેલી ટ્રક અકસ્માતનું કારણ બની હોવાથી તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.

વધુ સમાચાર વાંચવા માટે અંહી ક્લિક કરો

ન્યાયતંત્રમાં ખળભળાટ જસ્ટિસ યશવંત વર્માનું રાજીનામું, ઘરમાંથી નોટોના બંડલ મળ્યા બાદ સુપ્રીમ કોર્ટની તપાસમાં દોષિત ઠર્યા

રાત્રે કેટલા સમય સુધી સ્નાન કરવું જોઈએ? તમે કયા કાનમાં બુટ્ટી પહેરો છો… તે બધું બદલી નાખે છે. ગ્રહોના સંતુલનથી લઈને ઉર્જા પ્રવાહ સુધી, જ્યારે તમે જમણા કે ડાબા કાન પસંદ કરો છો ત્યારે શું થાય છે. ફેશન કે શ્રદ્ધા? સાવનમાં લીલા રંગના કપડાં પહેરવાનું કારણ જાણીને તમને નવાઈ લાગશે વાળના વિકાસ માટે ટી વોટર કેટલું ફાયદાકારક છે, આવો જાણીએ એક કુદરતી ઘરેલું ઉપાય જે વાળના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તમારી પોતાની ભાષામાં વાત કરવું જ યોગ્ય છે, આવો જાણીએ મુખ્ય કારણો પોતાની ભાષામાં વાત કરવાના વધુ એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડિવોર્સના સમાચાર તમિલ અભિનેતા રવિ મોહન અને આરતી મોહન જાહ્નવી કપૂર કેન્સ ૨૦૨૫માં શ્રીદેવી યુગના ગ્લેમરસ અવતારમાં છાઈ ગઈ પુસ્તકો શ્રેષ્ઠ મિત્ર છે, કોઈ કમ્પ્લેન નથી, કોઈ માંગણી નથી, જ્યારે પણ આપણને તેની જરૂર હોય ત્યારે તે આપણી સાથે રહે છે. War 2 માં રિતિક રોશન સાથે કિયારા અડવાણી અને જુનિયર એનટીઆર વારંવાર આંખ ફરકવાનું સાચું કારણ શું બીમારી હોય શકે છે?? જાણો કારણ રશ્મિકા મંદાના એકદમ હોટ અવતારમાં ફરીથી ટ્રોલ થઈ ગઈ ઉર્વશી ! હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ બાળકોનું ઉનાળાનું વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો ક્યાં ફરવા લઈ જશો બાળકોને? જાણો વટ સાવિત્રી વ્રત ૨૦૨૫માં ક્યારે છે કેવી રીતે કરશો પૂજા-અર્ચના??? બાળકોને રાત્રે ઊંઘાડવામાં તકલીફ પડે છે તો આ ટીપ્સને ફોલો કરો ભારત અને પાકિસ્તાનની વચ્ચે આવેલું આ હિલ સ્ટેશન સ્વર્ગ જેટલું સુંદર લાગે છે ઉનાળાની ગરમીમાં તમારા બાળક કે પતિદેવનું ટીફીનમાં રાખેલું જમવાનું બગડી જાય તો શું-શું ધ્યાન રાખવું?? AC: આખી રાત AC કેટલા કલાક ચલાવવું જોઈએ? વધારે પડતું યુઝ કરવાથી શું નુકસાન થાય? જ્યાં લોકો સ્ત્રી જાત માટે મીમ્સ બનાવીને મજાક ઉડાવતા હોય છે ત્યાં ૨૦૨૫ની મૂળ ભારતીય ગેમ-ચેન્જર મહિલાઓને મળો જે દુનિયામાં ભારતનું નામ રોશન કરે છે